મોટી કુકાવાવમાં પગપાળા જતાં આધેડને બાઇકે ઠોકર મારતાં મોત
11:53 AM Dec 12, 2023 IST | Sejal barot
અમરેલી જિલ્લા મા અકસ્માત ની ઘટના ઓ અવાર-નવાર સામે આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોટી કુકાવાવના એક રાહદારી ને એક બાઇક ચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જિ મોત નીપજાવિ નાસી છૂટ્યાની ઘટના સામે આવેલ હતી.
અમરેલી જિલ્લા ના મોટી કુકાવાવ ગામે રહેતા ગોપાલભાઇ ગીરઘરભાઇ ડોબરીયા નામના આધેડ જમીને હાલવા માટે મોટી કુકાવાવ-દેરડી રોડ પર નિક્ળેલ હતા.તે અરસામા સ્વામી નારાયણ ગુરુકુળ પાસે બાઇક્ ચાલક ભાવેશભાઇ બાલુભાઇ પાઘડાળ રહે બાંભણીયા એ અકસ્માત કરતા ગોપાલભાઇ ડોબરીયા ને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર મા લય જવાયા હતા ત્યા તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ મોટરસાયકલ ચાલક ભાવેશભાઇ પાઘડાળ અકસ્માત સર્જી નાસી ગયા ની ફરિયાદ વડીયા પોલીસ મા થતા વડીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Advertisement
Advertisement