ધાતરવાડી નજીક થતા બ્લાસ્ટિંગને બંધ કરાવતું તંત્ર
ધાતરવડી ડેમ કાંઠે મોટા બ્લાસ્ટિંગ કરવાના કારણે ડેમ ઉપર સીધી અસર થતી હોવાને કારણે મહત્વનો નિર્ણય લીધો.
અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજુલાના ભાક્ષી ગામ નજીક ધાતવરડી ડેમ નજીક ની ક્વોરીઓ ધમધમી રહી હતી બ્લાસ્ટિંગ કરવામાં આવતું હતું ડેમ નજીક હોવાને કારણે નુકસાન થતું હોવાને કારણે મોટું જોખમ હોવાથી અમરેલી જળસંચય વિભાગ કાર્યપાલક અને ભૂસ્તર શાસ્ત્રી સુધી રજુઆતો પોહચી હતી ઉક્ત લિઝઓમાં આઇએસઆર ગાંધીનગર તારીખ 22/01/2020ના રિપોર્ટમાં જણાવેલ ભલામણ અને નિષ્કર્ષની વિગત મુજબ લિઝધારકો દ્વારા શરતોની ચુસ્તપણે અમલવારી થતી ન હતી જેથી ડેમની નજીકના લિઝ ધારકોને તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તારીખ 07/11/23 દ્વારા પત્ર મારફતે તાત્કાલિક ધોરણે અદ્યતન સ્ટ્રોંગ મોશન ઇન્વેસ્ટિગેશન સર્વે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર મારફતે કરાવવા લિઝ ધારકને સૂચનાઓ આપવામાં આવી છતાં સર્વે તપાસ કરવા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જેથી કાર્યપાલક ઈજનેરના પત્રમાં જણાવ્યુ લિઝઓમાં થતા બ્લાસ્ટિંગના કારણે ડેમને ગંભીર નુકસાન થતું હતું.
આ બાબતને અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણ દ્વારા ડેમને નુકસાન અંગે ખુબ ગંભીરતાથી લીધી ઓનલાઈન રોયલ્ટીના એ.ટી.આર.લોક કરી ખાણકામ બંધ કરાવ્યુ જેના કારણે હવે બ્લાસ્ટિંગ અને ખાણ કામ અહીં બંધ થયું છે ત્યારે આ મોટા બે ભરડીયા સામે મોટી કાર્યવાહી કરવામા આવી હોવાનું જાણવા મળેલ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 બ્લેક ટ્રેપ ખનિજના ભરડીયા સામે મોટી કાર્યવાહી હાથ ધરી જે પેકી દર્શન નામની 2 ક્વોરી(ભરડીયા) સૌવથી મોટા આવેલા હતા અહીં મહાકાય પથરો કાઢવા મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ દિવસ રાત કરવામાં આવતું હતું જેના કારણે ધાતવરડી ડેમ ઉપર મોટું સંકટ આવતા ખેડૂતોના ઉપર સીધી અસર થાય તેવી સ્થિતિ હતી રાજય સરકાર સુધી આ મુદ્દો પોહચ્યો હતો પ્રથમ વખત ખાણ ખનિજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરતા અન્ય લિઝ ધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
અહીં 3 ક્વોરી લિઝ માં 2 ક્વોરી લિઝ ઉપર લોક મુખે ચર્ચાતી વિગત મુજબ રાજકીય આશીર્વાદ હોવાથી મસમોટા પથરો રાત દિવસ કાઢવા માટે ગંભીર પ્રકારના બ્લાસ્ટીંગ કરાતા હતા બીજી તરફ દિગજોના આશીર્વાદના કારણે સ્થાનિક ખેડૂતો ખૂલીને સામે ન આવતા હતા હોવાનો ગણગણાટ ચાલી રહેલો જાણવા મળેલ ઉપરાંત રાજકીય લોકોના આશીર્વાદના કારણે સ્થાનિક અધિકારીઓ પણ લાચાર હતા જોકે અંતે આ ડેમ ઉપર મોટું નુકસાન થવા જઈ રહેલ હતું આ રજૂઆતો ગાંધીનગર સુધી પોહચતા હવે એ.ટી.આર.લોક કરી ખાણ કામ બંધ કરાવ્યું છે ઉપરાંત 2 વર્ષ પહેલાં તાત્કાલીન કલેકટર ગૌરાંગ મકવાણાએ આ મુદ્દો ખુબ ગંભીરતાથી લીધો હતો અને સ્થળ વિજીટ પણ કરી હતી અને સર્વે કર્યો હતો અમરેલી ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણએ કહ્યું 3 ક્વોરી લિઝના એ.ટી.આર લોક કરી ખાણ કામ બંધ કરાવ્યું છે.જળસંચય વિભાગ દ્વારા પત્ર પ્રમાણે ડેમને ગંભીર નુકસાન જણાતા બંધ કરી કાર્યવાહી હાથ ધરી છે રાજુલા નો આ ધાતરવડી ડેમ રાજુલા પંથકનો જીવા દોરી સમાન હોઈ ત્યારે તંત્ર એ આ પગલાં ભરેલ હોવાનું જાણવા મળ્યું ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ 1 રાજુલા પંથક માટે જીવા દોરી સમાન છે આખો પાણીથી છલોછલ ભરેલો છે રાજુલા શહેર, ધારેશ્વર, જૂની માંડરડી, ઝાપોદર,નવી માંડરડી, આસપાસના ગામડાઓને પાણી અહીંથી આવી રહ્યું છે ત્યારે આ ડેમના કારણે આ વિસ્તારના ગામડાના ખેડૂતો અને રાજુલા શહેરના લોકો ને ખુબ ફાયદો છે પરંતુ બ્લાસ્ટીંગના કારણે ખૂબ મોટું સંકટ હતું અને બંધ થતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાતા અનેક લોકોએ ખાનગીમાં ખાણ ખનીજ વિભાગની પ્રશંશા કરાઈ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહેલ છે.