For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢમાં અરજી મામલે જીવદયાપ્રેમીને પોલીસ મથકે બેસાડી દેતા મામલો બિચક્યો

12:13 PM Dec 07, 2023 IST | Sejal barot
થાનગઢમાં અરજી મામલે જીવદયાપ્રેમીને પોલીસ મથકે બેસાડી દેતા મામલો બિચક્યો

સુરેન્દ્રનગર ના થાનગઢ શહેરમાં પોલીસે એક જીવદયા પ્રેમી ને તેના વિરૂૂદ્ધ આવેલ અરજી સંદર્ભે બેસાડી દઇ જામીન નો આગ્રહ રાખતા મામલો બિચક્યો હતો અને લોકોનાં ટાળા તેને મુક્ત કરાવવા પોલીસ સ્ટેશન સામે રસ્તા ઉપર રોષભેર ઉતરી આવતા ચકચાર જગાવી હતી
મળતી માહિતી મુજબ થાનગઢમાં રહેતા અને જીવદયા પ્રેમી સેવાભાવી એવા મુસ્લિમ યુવાન ફિરોજભાઇ ની વિરૂૂધ્ધ પોલીસના ચોપડે કુખ્યાત શખ્સ દ્વારા અગાઉ ના ઝગડાને લઈ ને ધાક ધમકી આપી હોવાની અરજી કરવામાં આવેલ જે બાબતે ફિરોજભાઇને પોલીસે બોલાવી બેસાડી દેતા લોકો ફરિયાદ ખોટી છે સાચી તપાસ કરવી જોઇએ જીવદયા નું કામ કરનાર ને છોડી દેવાની રજૂઆત કરાતા પોલીસે ચેપ્ટર જામીન નો આગ્રહ રખાતા મામલો બિચક્યો હતો.
સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને લોકોમાં સારા વ્યક્તિ સાથે અયોગ્ય વ્યવહાર થયાની લાગણી પ્રવર્તતા મોટી સંખ્યામાં લોકો રોષભેર રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને પકડેલ શખ્સ ને મુક્ત કરવાની માંગ સાથે પોલીસ મથક સામે રોડ ઉપર બેસી જતા થાન ચોટીલા વચ્ચે રસ્તા રોકો આંદોલન કરતા થોડો સમય વાતાવરણ ઉગ્ર થયેલ હતું.
જોકે પોલિસ અને ગામનાં આગેવાનો અને લોકો વચ્ચે વાતચીત અને જરૂૂર પડ્યે શહેર બંધ ની ઉગ્ર રજૂઆત દલીલો અને મસલતોનાં અંતે જીવદયા પ્રેમીને મુક્ત કરાતા અંતે મામલો થાળે પડ્યો હતો સમગ્ર મામલે અરજી સંદર્ભે ધોરણસરની કાર્યવાહી કરાયેલ હોવાનું તપાસ અધિકારી એ જણાવ્યું હતું.
થોડા સમય માટે શહેરમાં ઘર્ષણરૂૂપ વાતાવરણ સર્જાયેલ હતુ પરંતું અધિકારીઓ દ્વારા હકિકત જાણી નિર્ણય કરાતા પરિસ્થિતિ વણસતા રહી ગયેલ હતી લોકો રસ્તા ઉપર ઉતરી રોડ બંધ કર્યો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement