For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલનો દર્શન ટંડેલ JEEમાં દેશભરમાં બીજા ક્રમે ઝળક્યો

07:14 PM Feb 13, 2024 IST | Bhumika
ગોંડલનો દર્શન ટંડેલ jeeમાં દેશભરમાં બીજા ક્રમે ઝળક્યો

રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રક્ષેત્રેમાં એજ્યુકેશન હબ તરીકે વિક્સીત થઈ રહ્યો છે. ત્યારે નેશનલ લેવલે પણ ધીમે ધીમે સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. જેઈઈ મેઈનનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ ંહતું. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલના વિદ્યાર્થીીએ 99.98 પીઆર સાથે સમગ્ર દેશમાં બિજા સ્થાને આવ્યો છે.

Advertisement

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા, સત્ર 1નું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ષયયળફશક્ષ.ક્ષફિં.ફભ.શક્ષ પર જઈને તેમનું પરિણામ અને સ્કોર કાર્ડ ચકાસી શકે છે. આ પહેલા સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી. ઉંર્ઊેઊ મુખ્ય સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને ડાઉન લોડ કરી શકાય છે.

JEEની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વર્ષ 2024માં JEE મેઈન્સની પરીક્ષામાં સમગ્રદેશમા ગોંડલના વિદ્યાર્થીએ બીજો ક્રમાંક મેળવ્યો છે. ટંડેલ દર્શને 99.98 પીઆર સાથે સમગ્ર ભારતમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. ગણિત વિષયમાં 100 પીઆર મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ કેન્દ્રમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરતા તમામ વિદ્યાર્થીઓ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરના છે.

Advertisement

JEE મેઇન 2024ના બંને પેપર માટે કુલ 12,31,874 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 11,70,036 ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. JEE મેઇન 2024 સત્ર 1 ની પરીક્ષા 24, 27, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2024 ના રોજ દેશભરના 291 શહેરોમાં લગભગ 544 કેન્દ્રો પર લેવામાં આવી હતી.JEE મુખ્ય સત્ર-2 માટેની અરજી પ્રક્રિયા પણ ચાલી રહી છે. JEE મુખ્ય સત્ર-2ની પરીક્ષા 4 એપ્રિલ, 2024 થી 15 એપ્રિલ, 2024 દરમિયાન લેવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement