રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રમાંથી કોપર-કેબલની ચોરી કરતી ગેંગ પકડાઈ

11:32 AM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

સૌરાષ્ટ્રમાંથી કોપર અને કેબલની ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોમાં કિશન ગોરધન મકવાણા, પરેશ રાજુ મેથાણીયા,ફૈઝલ ઉર્ફે કાબો દાઉદ મુકાદમ,મયુર સુરેશ મકવાણા અને લાખો પૂનાભાઈ સોલંકી (રહે.બધા પોરબંદર)ને એલસીબીના પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ એચ.સી. ગોહિલ,ભાવેશભાઈ મકવાણા અને શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં ભાયાવદર પોલીસ મથકની હદમાંથી કોપર-કેબલની ચોરી થઈ હતી.જેના આધારે એલસીબીએ તપાસ આગળ ધપાવી પાંચેય આરોપીઓને ઝડપી લઈ રૂૂા.1.48 લાખનો કોપર વાયર,રિક્ષા,પાંચ મોબાઈલ ફોન અને રોકડા રૂૂા.1740 મળી કુલ રૂૂા.2.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલી ટોળકીએ ગઈ તા.10ના રોજ ભાયાવદરના ઢાંક ગામે ટેલિફોન એક્સચેન્જમાંથી,પખવાડિયા પહેલા પણ ઢાંક ગામે પવનચક્કીમાંથી,દસેક દિવસ પહેલા કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આવેલી પવનચક્કીમાંથી અને દોઢેક મહિના પહેલા પોરબંદર નજીકના કુછડી ગામે આવેલી પવનચક્કીમાંથી કોપર અને કેબલની ચોરી કબૂલી હતી.આ અંગે આરોપીઓએ કબૂલાત આપેલ બનાવમાં હવે ગુન્હાઓ નોંધવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Tags :
CablefromGang caught stealing copperSaurashtra
Advertisement
Next Article
Advertisement