અમરેલી હેડક્વાર્ટરના આઠ પોલીસ કર્મચારી સાગમટે સસ્પેન્ડ
સામાન્યરીતે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ સમયે સિસ્તનું પાલન કરવાના પાઠ ભણાવવામાં આવે છે. આમ છતાં કેટલાક પોલીસ કર્મીઓ સિસ્તનું પાલન નહીં કરતા તેઓ સામે અધિકારીઓ દ્વારા કડક પગલા લેવામાં આવે છે. ત્યારે અમરેલીના એસ.પી. હિમકરસિંહ દ્વારા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા 8 કર્મચારીઓને સિસ્તપાલન નહીં કરતા સસ્પેન્ડ કરી દીધા હતાં.
અમરેલીના પોલીસ હેડક્વાર્ટરના આઠ જેટલા પોલીસ કર્મચારીઓને ફરજમા બેદરકારીને કારણે સસ્પેન્ડ કરતા પોલીસ બેડામા ફફડાટ વ્યાપી ગયો હતો.અમરેલી એસપી હીમકરસિંહે દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી, મુજબ આઠ પોલીસ કર્મચારીઓને પોલીસ બેન્ડ મા ફરજ બજાવવાની હતી.જેને લઈને આઠ પોલીસ કર્મચારીઓ હાજર ન થતા અમરેલી એસપી હિમકરસિંહે આઠ જેટલા પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.એસપીના આકરા પગલાંથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો.તેમજ એસપી હિમકરસિંહે સૌ પોલીસ કર્મચારીઓને શિસ્તનું પાલન કરવા જણાવ્યું હતું અને જો કોઈની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.