For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનારના પીઆઇ, બે ફોજદાર સહિતના સ્ટાફ સામે ગુનો નોંધી સમન્સ કાઢતી કોર્ટ

12:41 PM Dec 20, 2023 IST | Sejal barot
કોડીનારના પીઆઇ  બે ફોજદાર સહિતના સ્ટાફ સામે ગુનો નોંધી સમન્સ કાઢતી કોર્ટ

કોડીનારના આર.ટી.આઇ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાને કોડીનાર પોલીસે એક કેસના આરોપી તરીકે અટક કરી કોડીનાર પોલીસ સ્ટેશનમાં તેમની સાથે ગેર વર્તણુક કરી માર મારતા આ અંગે મહેશભાઈ મકવાણાએ કોડીનારના પી.આઈ. તથા બે પી.એસ.આઇ.સહિત પોલીસ કરમી સામે ધોરણસર ફરિયાદ દાખલ કરવા કોડીનાર કોર્ટમાં જજ સમક્ષ રૂૂબરૂૂ ફરિયાદ કરતા કોડીનાર કોર્ટના જજે મહેશભાઈની પોલીસ વિરુદ્ધની ગેરત વર્તણુક અંગેની ફરિયાદના આધાર પુરાવા તથા પોલીસની ગેરવર્તણુકના સાધનિક કાગળોને ધ્યાને લઈ કોડીનાર પોલીસના પી.આઇ.તથા બે પી એસ. આઇ તથા અન્ય પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી આ તમામ સામે સમન્સ કાઢતા કોડીનાર પોલીસ બેડામાં ચર્ચા સાથે ચકચાર મચી ગઈ છે.
કોડીનાર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 1118600 2230877/2023ના કામના આરોપી મહેશભાઈ મકવાણાની અટક કરીને પોલીસ સ્ટેશનને લઈ ગયેલા જ્યાં કોડીનાર પોલીસે તેમને માર મારવા ઉપરાંત ગેરવર્તણૂક કરીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જે અંગે મહેશભાઈ મકવાણાએ કોડીનારના વિદ્વાન જજ સમક્ષ રૂબરૂ ફરિયાદ કરતા જજએ મહેશભાઈની પોલીસ વિરુદ્ધની ગેરવર્તનો અંગેની ફરિયાદ નોંધ લઇ સાધનિક કાગળો સાથે સેશન્સ જજ વેરાવળને રિપોર્ટ કરવામાં આવતા સેશન જજ દ્વારા ક્રિમિનલ મેન્યુઅલ પેરા 14 મુજબની ગેર વર્તણુક અંગેની તપાસની કાર્યવાહી કરવા માટે કોડીનાર કોર્ટને આદેશ કરતા કોડીનાર કોર્ટે સમગ્ર ફરિયાદ હકીકતની ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ અભિપ્રાય આપ્યો હતો કે પોલીસ કસ્ટડીમાં ફરિયાદી સાથે ગેરવર્તન થયેલ છે.
તે બાબતે કાગળ ઉપરના તમામ પુરાવા ધ્યાને લઈ સેશન્સ જજ વેરાવળ દ્વારા આ બનાવની આગળની કાર્યવાહી કરવા આદેશ કરતા ફરિયાદી મહેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ ભોજાણી, પી.એસ.આઇ બાટવા, પી.એસ.આઇ. ચાવડા પોલીસ કર્મી હિતેશભાઈ વાળા પ્રકાશભાઈ ચાવડા પ્રતાપભાઈ પરમાર કૃપાલસિંહ પરમાર સહિતના સામે આઇપીસી કલમ 323 504 506 (2) 114 તથા પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)આર અને 3(1) એસ મુજબ ગુન્હા સબ સમસ કાઢી ગેરવર્તકની ફરિયાદ સ્પેશિયલ કેસ તરીકે નોંધવામાં આવતા ચકચાર જાગી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement