રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનોથી ઠંડીનો ચમકારો

12:48 PM Dec 19, 2023 IST | Sejal barot
Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ શિયાળો જામ્યો નથી અને ડિસેમ્બર એન્ડ આવવા છતાં હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી ત્યારે તાપમાનની વધઘટ વચ્ચે ગઈકાલ સાંજથી સુસવાટા મારતાં પવનો નીકળતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને અમુક શહેરોમાં તાપમાન ગગડયું છે તો અમુક શહેરોમાં તાપમાનનો પારો ઉંચે ગયો છે. આજે સવારથી જ જોરદાર પવનો ફુંકાતા હોવાથી લોકો ગરમ કપડામાં વીંટળાયેલા જોવા મળ્યા હતાં અને અમુક સ્થળે તાપણા પણ સળગ્યા હતાં.
ગઈકાલ સાંજથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 21 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઠંડો વાયરો ફુંકાવાનું શરૂ થયું છે જેના કારણે તાપમાનમાં 1 થી માંડી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં 2 ડિગ્રી ઘટી 15.5, અમરેલીમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે 16, વડોદરામાં 2 ડિગ્રી ઘટી 14.6, ભાવનગરમાં 19.5, ડિશામાં 12.8, કંડલામાં 16.6, રાજકોટમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયેલ છે. અમુક શહેરામાં તાપમાનમાં વધારો પણ થયો છે. પરંતુ 21 કિ.મી.ઝડપે ફુંકાઈ રહેલા પવનના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
દરમિયાન હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે ત્રણ દિવસ વાતાવરણ સુકુ રહેશે અને પવનની ગતિ 15 થી 20 કિ.મી.ની જળવાઈ રહેતા રાત્રિનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે ત્યારે દિવસે ફુંફાળુ વાતાવરણ અનુભવાશે. હાલ કમોસમી વરસાદની કોઈ શકયતા જણાતી નથી.
બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠલાઈ છે. આમ છતાં નાતાલ સુધીમાં માવઠુ દસ્તક દઈ શકે છે. પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે તેના કારણે ઉત્તર પર્વતિ પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આગામી તા.23 બાદ હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે છે અને ઉત્તર ભારતમાં કરા તથા ગાજવીજ સાથે માવઠુ પણ વરસી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ ઠંડીની લહેર વચ્ચે તા.23 ડિસેમ્બર આસપાસ અમુક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડવાની શકયતા છે. ત્યારે ડિસેમ્બર અંતથી કાતિલ ઠંડીનો દૌર શરૂ થશે જે છેક ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

Tags :
coldSaurashtrasweepswave
Advertisement
Next Article
Advertisement