બગસરા બસ સ્ટેશન દારૂડિયાનો અડ્ડો: પેટ્રોલિંગ વધારવા માગણી
11:46 AM Dec 11, 2023 IST | Sejal barot
બગસરા એસટી ડેપોમાં પીધેલા ખેત મજુર દારૂડિયાનો ત્રાસ દિન પ્રતિ દિન વધતો જાય છે ત્યારે હમણાં જ બગસરા બસ સ્ટેન્ડમાં એવો કિસ્સો સામને આવ્યો હતો કે બગસરા બસ સ્ટેન્ડમાં એક ખેત મજૂર દારૂ પીને ખેલ કરતો હતો. ત્યારે ત્યાંના પેસેન્જરની સાથે રમતે ચડ્યો હતો ત્યારે વધુ પડતી હેરાનગતિ કરવાથી ત્યાં ઉભેલા જીઆરડી જવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ તે પીધેલને લઈ ગઈ હતી અને આવું તો અનેક વાર બન્યું છે ત્યારે બગસરા ટાઉન પોલીસ જમાદારને આ બાબતે નોંધ લઇ અને બસ સ્ટેન્ડ તરફ પેટ્રોલિંગ વધુ કરવા લોકોની માંગ ઉઠી છે જેથી આમ પબ્લિક અને વેપારીઓને બસ સ્ટેન્ડમાં મુસાફરી કરવા માટે અવરજવર કરવા માટે તકલીફનો સામનો ન કરવો પડે તેવી આમ જનતાની માંગણી ઉઠી છે.
Advertisement
Advertisement