For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાઠી અને બાબરા પંથકમાં આડેધડ પવન ચક્કીની કામગીરીથી ખેડૂતોમાં રોષ

11:43 AM Dec 13, 2023 IST | Sejal barot
લાઠી અને બાબરા પંથકમાં આડેધડ પવન ચક્કીની કામગીરીથી ખેડૂતોમાં રોષ

લાઠી અને બાબરા પંથકમાં પવન ચક્કીની કપંની દ્વારા આડેધડ કામગીરીને લઈને ખેડુતોમા ભારે રોષનિ લાગણી સાથે આજે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવેલ હતું.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના બાબરા લાઠી તાલુકા પંથકમાં પવન ચક્કીની કંપનીઓ દ્વારા આડેધડ પવન ચક્કીઓ ઉભી કરી દેવા સામે આજે અમરેલી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢી ખેડૂતોને ન્યાય આપોના સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયને આવેદનપત્ર આપ્યું હતું.
અમરેલી જિલ્લાના લાઠી અને બાબરામાં પવનચક્કી કંપની દ્વારા આડેધડન નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે લાઠી અને બાબરા વિસ્તારના ખેડૂતોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બાબરા તાલુકાના લાલકા, નિલવડા, હરસુરપૂર અને પૂજાપાદર ગામોમાં વિન્ડ પાવર પ્લાન્ટની કંપની એ ખેડૂતના ખેતરોમાંથી ગેરકાયદે રસ્તાઓ કાઢવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ગૌચરની અને નદીના પટમાં વીજપોલ ઉભા કરી દેવાતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે લાઠી અને બાબરા આ વિસ્તારના ખેડૂતોએ અમરેલીમાં રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો એ રોષભર આવેદનપત્ર કલેકટરને આપી રજુઆત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement