બગસરાથી વડિયાની એસટી બસ બંધ કરાતા મુસાફરોમાં રોષ
બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી બગસરાથી વડીયા તરફ જતી એસટી બસ સવારે સાત કલાકે વાયા ડેરી પીપરીયા બાલાપુર નાજાપુર સહિતના ગામડાઓમાંથી પસાર થઈ અને પેસેન્જરને સંતોષકારક આ એસટી બસ સમયસર રૂૂટ ચાલતો હોય ત્યારે અચાનક બગસરા એસટી ડેપોના મેનેજરને શું થયું કે તે બસ બંધ કરી અને બગસરા અમરેલીમાં તે બસ મૂકવામાં આવી જોકે સવારે 6:30 કલાકે તે બસ રૂૂટમાં ચાલે છે પરંતુ તે રૂૂટમાં માત્ર ડ્રાઇવર કંડકટર જાય છે અને પાછા ચાલ્યા આવે છે કારણ કે તે સમયમાં 6:30 થી સ્ટાર્ટ થાય કે 8:30 સુધીમાં સાત બસ બગસરા થી અમરેલી તરફ જાય છે છતાં ડેપો મેનેજર દ્વારા બગસરા વડીયા જે વર્ષોથી આ રૂૂટ છે તેને શું થયું કે અચાનક બંધ કરી દેવામાં આવી અને હાલ પેસેન્જર હેરાન થાય છે અને તે રૂૂટમાં તે પેસેન્જર રાહ જોઈને ઊભા રહે છે આવું જ રહ્યું તો પેસેન્જર દ્વારા આ બસને તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો પેસેન્જરો દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે અમે લોકો ગાંધીજીને માર્ગે જવું પડશે કારણકે એસટી વિભાગના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓને અનેકવાર આ બાબતે વાતચીત કરવામાં આવી છતાં તેને પેટમાં પાણી પણ હલતું નથી.