For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં કતલખાને ધકેલાતા નવ પશુઓને બચાવી લેવાયા

12:20 PM Dec 05, 2023 IST | Sejal barot
અમરેલીમાં કતલખાને ધકેલાતા નવ પશુઓને બચાવી લેવાયા

અમરેલી લાઠી રોડ પરથી નવ પશુઓને કતલખાને ધકેલાતા બચાવી લેવાયા ત્રણ શખ્સોને અમરેલી એલસીબી પોલીસે 6,80,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અમરેલી, સાવરકુંડલા બાયપાસ રોડ, લીલાનગર, પાણીના ટાંકા પાસેથી કતલ કરવાના ઇરાદે પશુઓ એક ટ્રકમાં ભરી ભરૂચ તરફ જવા નિકળેલ અને લાઠી તરફ જાય છે જે બાતમી આધારે લાઠી રોડ ઉપર વોચમાં રહી, ટૂંકમાં ત્રણ ઇસમોને ભેંસ જીવ - 9ને ક્રુરતા પુર્વક ભરી આધાર પુરાવા વગર કતલ ખાને લઈ જતા ત્રણ શખ્સો ઇરફાન ઇકબાલભાઈ કુરેશી, ઉ.વ.25, અબ્દુલ નુરમહંમદભાઈ તરકવાડીયા, ઉ.વ.30, પ્રકાશ કિશોરભાઈ ઝાપડીયા, ઉ.વ.20, રહે.ત્રણેય અમરેલીને અમરેલી એલસીબીએ દબોચી લીઘા હતા આ ત્રણ શખ્સો વિરૃદ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement