રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

12:10 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ ભીમાભાઈ મથ્થરએ મીઠાપુર ખાતે રહેતા અરિહંત ટ્રાન્સપોર્ટના પ્રોપ્રાઇટર નિલેશ મધુકર દફ્તરીને રૂ. 24 લાખ 20 હજારની રકમ હાથ ઉછીની આપી હતી. જે અંગેનું બેંક સ્ટેટમેન્ટ તેમણે રજૂ કર્યું હતું. તેની સામે જે રકમ બાકી રહેતી હોય તે રકમ રૂપિયા 18,58,600 ના ચેક આરોપી નિલેશ મધુકર દફતરીએ તારીખ 17-10-2022 ના રોજ આપ્યા હતા.
આ ચેક ફરિયાદી નારણભાઈએ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા બેંક દ્વારા ઈન સફીસીયન્ટ બેલેન્સના કારણે પરત કર્યો હતો. આથી ફરિયાદી નારણભાઈએ તેમના વકીલ મારફતે આરોપી નિલેશ દફતરીને નોટિસ આપી હતી આપ પ્રકરણમાં રૂપિયા 18,58,600 ની રકમ વસૂલ કરવા ઓખાની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતા નિલેશભાઈ દફતરીના વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ કરી અને વિવિધ દલીલો કરતા આરોપીના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.આર. યાદવ દ્વારા આરોપી નિલેશ મધુકર દફતરીને નિર્દોષ ઠેરવી છોડી મૂકવા માટેનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી તરફે એડવોકેટ જે.કે. હિંડોચા સાથે ધર્મેશ વાઘેલા, નીરવ સામાણી વિગેરે રોકાયા હતા.

Advertisement

Tags :
Accused acquitted incasecheckDwarkareturn
Advertisement
Next Article
Advertisement