For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાના મોટી પાનેલી પાસે સિદસર દર્શન કરીને આવતા દંપતીને અકસ્માત: વૃદ્ધનું મૃત્યુ

11:51 AM Mar 05, 2024 IST | admin
ઉપલેટાના મોટી પાનેલી પાસે સિદસર દર્શન કરીને આવતા દંપતીને અકસ્માત  વૃદ્ધનું મૃત્યુ

Advertisement

  • પેટ્રોલ પંપ પાસે જ પૂરઝડપે આવતી કારે ડબલસવારી એક્ટિવાને ઠોકરે ચડાવ્યું

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ પાસે ગઈકાલે સવારે સિદસરથી દર્શન કરી પરત એકટીવા પર ઘર તરફ જઈ રહેલા પટેલ દંપતિને પુરઝડપે આવેલી કારે હડફેટે લેતાં પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દેવરાજભાઈ દેસાઈ (ઉ.78) અને તેમના પત્ની લાભુબેન ગોરધનભાઈ દેસાઈ (ઉ.77)ના ઘરે ગઈકાલે મહેમાન આવેલ હોય સવારે પતિ-પત્ની મહેમાન સાથે સિદસર ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી એકટીવા પર દંપતિ ઘરે આવવા નીકળ્યા હતાં.

Advertisement

દરમિયાન ઉપલેટાના મોટીપાનેલી ગામ પાસે દંપતિ પેટ્રોલ પુરાવવા ગયા હતા અને પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવી બહાર નીકળતાં હતાં ત્યારે જ પેટ્રોલ પંપના ખુણા પાસે પુરઝડપે આવેીલ કારના ચાલકે એકટીવાને હડફેટે લેતાં ગોરધનભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ભાયાવદર પોલીસે લાભુબેન ગોરધનભાઈ દેસાઈની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પુછપરછમાં પટેલ દંપતિ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતાં. જ્યારે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં એક પુત્ર તેની પત્ની સાથે અમેરિકા રહે છે અને મોટો પુત્ર પરિવાર સાથે વડોદરા રહે છે. જેઓને આ બનાવની જાણ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement