For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલાના કુંડળીયાળા ગામે યુવકનો વાડીના વૃક્ષે લટકી જઇ આપઘાત

01:32 PM Dec 23, 2023 IST | Sejal barot
રાજુલાના કુંડળીયાળા ગામે યુવકનો વાડીના વૃક્ષે લટકી જઇ આપઘાત

રાજુલાના કુંડળીયાળા ગામે હરેશભાઈ પુનાભાઈ હડિયાની વાડીમાં સવારના 9:00 વાગ્યા આસપાસ હરેશભાઈ દુલાભાઈ બારૈયા ઉમર વર્ષ 22 જેને લીમડાના વૃક્ષ નીચે લટકી આત્મહત્યા કરી આ યુવાન હરેશભાઈ પુનાભાઈ હરિયાની વાડીએ આત્મહત્યા કરેલી જે રતુભાઈ ભોપાભાઈ મોણપરીયાની નજર પડતા તેમને ડુંગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીઆઈ પી.એ.ચૌધરી અને એમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ આ ધટનાની જાણ ગામમાં થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડેલ ડુંગર પોલીસ દ્વારા રાજુલા નગરપાલિકાને જાણ કરતા રાજુલા નગર પાલિકાની શબવાહિની મારફત આ યુવાનના મૃતદેહ રાજુલા સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ ડુંગર પોલીસે આ ધટના બાબતે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ ધટના હત્યા કે આત્મહત્યા? આ બાબતે ડુંગર પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement