For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોબાઈલમાં સ્ટેટસ મૂૂક્યા પછી ડેમમાં ઝંપલાવી નગરના તરૃણે કરી આત્મહત્યા

12:57 PM Dec 04, 2023 IST | Sejal barot
મોબાઈલમાં સ્ટેટસ મૂૂક્યા પછી ડેમમાં ઝંપલાવી નગરના તરૃણે કરી આત્મહત્યા

જામનગરની મહારાજા સોસાયટીમાં રહેતો એક તરૃણ ગુરૃવારે પોતાના ઘરેથી નીકળી જઈ આત્મહત્યાના ઈરાદાથી વિજરખી ડેમ પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના મોબાઈલ પર સ્ટેટસ મૂક્યા પછી પાણીમાં ઝંપલાવી લીધુ હતું તેના મૃતદેહને ફાયરબ્રિગેડે બહાર કાઢી પોલીસને સોંપ્યો છે. મૃતકના માતાનું પોલીસે નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા વિજરખી ગામ નજીકના ડેમમાં ગુરૃવારે સાંજે એક તરૃણનો મૃતદેહ પડયો હોવાની કોઈએ ફાયર બ્રિગેડને જાણકારી આપતા દોડી ગયેલા ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ શરૃ કરી હતી.
તેના અંતે મૃતદેહ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. દોડી આવેલી પોલીસ ટીમે મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૃ કરેલી તજવીજમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતા સુલ્તાનાબેન અબ્બાઅલી કેરૃન નામના મહિલાએ આ મૃતદેહ પોતાના પુત્ર અબ્દુલકાદીર અબ્બાઅલી કેરૃન (ઉ.વ.16)નો હોવાનું ઓળખી બતાવ્યું હતું.
પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી માતા સુલ્તાનાબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગુરૃવારે તેમનો પુત્ર પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર સ્ટેટસ મુક્યા પછી ગુમ થઈ ગયો હતો. આ તરૃણ આત્મહત્યા કરવાના કઠોર નિર્ણય સાથે વિજરખી ડેમ પહોંચ્યા પછી તેણે પાણીમાં કૂદકો મારી દીધો હતો અને તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે સુલ્તાનાબેન આરબનું નિવેદન નોંધી અપમૃત્યુની નોંધ કરી છે અને તપાસ યથાવત રાખી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement