રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તળાજામાં ધરાર પ્રેમી તલવાર લઇ યુવતીના ઘરે પહોંચ્યો: એસિડ છાંટવાની આપી ધમકી

02:08 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

કાયદો અને કાયદાના રક્ષકોનો લગરીકેય ડર ન હોયતેવી હરકતો વાળી ઘટના તળાજા પોલીસ દફતરે નોંધાઇ છે. જેમાં એક યુવકે કોલેજીયન યુવતી પાસે થી તેમનો મોબાઈલ નંબર લઈ છએક માસથી પરેશાન કરતો હતો. ગતરાત્રે આ યુવક યુવતીના ઘરે તલવાર લઈને પહોંચ્યો હતો. તું મારી નહિ તો બીજા કોઈની નહિ તેવા શબ્દો ઉચ્ચારી આતંક મચાવીને મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તળાજાની મેમોરિયલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી અને વિસ વર્ષીય કોલેજીયન યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં કિશન માલાભાઈ કંટારીયા નામનો યુવક પોતે કોલેજ જતી એ સમયે પીછો કરતો હતો.એક દિવસ રસ્તામાં ઉભી રાખી બાવડું પકડીને બળજબરી પૂર્વક મોબાઈલ નંબર લીધો હતો.બાદ છ એક માસથી મોબાઈલ પર પરેશાન કરતો હતો. જો તું વાત નહિ કરે તો બજારમાં તારા પર એસિડ છાંટી તને મારી નાખીશ અને હું પણ દવા પી જઈશ. તારા પરિવારના નામો લખાવી દઈશ. તેવી ધમકી આપતો હતો.
યુવતી એ મોબાઈલ રિસીવ કરવાનું ટાળતા પરિવારના મોબાઈલ પર રિંગ કરી હતી. નાની બહેને રિસીવ કરતા તેને અપશબ્દો કહી ફરિયાદી નેજાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદ ગઈકાલ મધ્યરાત્રી એ આરોપી કિશન ખુલ્લી તલવાર લઈને ઘરે આવેલ.ડરીને ઘર બંધ કરી દેતા અપશબ્દો બોલી મારી નહિ તો કોઈની નહિ તેમ ધમકી આપી આતંક મચાવ્યો હતો. બનાવને લઇ પોલીસે 354 ડી,354 એ,506(2),504 સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આરોપી દવા પી સારવાર હેઠળ છે, છોડીશું નહિ: પોલીસ

બનાવને લઈ આમ જનતામાં ઘેરા પડઘા પડ્યા છે.પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીએ જણાવ્યું હતુ કે આરોપી કિશન માલાભાઈ કંટારીયાનો ગુનાઇત ઇતિહાસ છે. ભૂતકાળમાં પણ આવી હરકત કરી ચુક્યો છે.કાયદાના સંઘર્ષથી બચવા દવા પી ગયો છે. હોસ્પિટલમાં મા સારવાર હેઠળ છે. પરંતુ પોલીસ સખત કાર્યવાહી કરશે. ગુનાઈત ઇતિહાસને લઈ તડીપાર પાસા જેવી પણ જોગવાઈ હોય તે દિશામાં પણ દાખલ રૂપ કાર્યવાહી કરવામાં આવશે.

 

Tags :
A lover in the pool reached the girl's house with a swordacidthreatenedthrowto
Advertisement
Next Article
Advertisement