રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરના તળાજામાં ડમ્પરચાલકે પિતાની નજર સામે જ પુત્રીને કચડી મારી

11:27 AM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજાના ગાંધીચોક વિસ્તારમાં રહેતા કોળી પરિવારની 22 માસની દીકરીને ડમ્પર ચાલકે માતા પિતાની નઝર સામેજ કચડી નાખતા આ પરિવારનો માળો પિંખાઈ ગયો છે. ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
તળાજાની જનતા હોટલમાં નોકરી કરતા શ્રમિક પરિવારના સંજય મગનભાઈ ઢાપા ઉ.વ 24એ નોધાવેલ પોલીસ ફરિયાદમાં ગઈકાલ બપોર બાદ 3.45 કલાકે ઘરે જવા માટે એક્ટિવા નં.જીજે 4ડી.ઇડી.0419 પર પત્ની સોનલબેન અને 22 માસની દીકરી જેન્સીને બેસાડી રામપરા રોડ, મેરી સ્કુલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે સફેદ કલરના ડમ્પર નં.જીજે 04-એટી 7822ના ચાલકે બે ફિકરાઈ પૂર્વક વાહન ચલાવી, વાળી દીધેલ.
જેને કારણે દીકરી પર ડમ્પરનું વહીલ ફરી જતા શરીરના અમુક ભાગના લોચા થઈ ગયા હતા. જેને કારણે દીકરી મોતને શરણે થઈ હતી. સાથે દંપતીને ઇજા થવા થઈ હતી.

Advertisement

Tags :
A dumper driver crushed his daughter in front of her fatherbhavnagarinofTalaja
Advertisement
Next Article
Advertisement