અમરેલીના નાના ભંડારિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત
અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકીનું ઝેરી જનાવરના ડંખથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે રહેતી મનસ્વીબેન રોહિતભાઈ હિરપરા નામની ચાર વર્ષની માસુમ બાળકી સવારના આઠેક વાગ્યા અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે ઝેરી જનાવરે ડંખ માર્યો હતો. માસુમ બાળકીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં માસુમ બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અમરેલીમાં આવેલા પુરબિયાવાડ વિસ્તારમાં રહેતા પરિવારના મકાનની દિવાલ ધરાશાઇ થતા અયાનબેન મહેબુબભાઇ બેલીમ નામની બે વર્ષની માસુમ બાળકી દિવાલ નીચે દટાઈ ગઈ હતી માસુમ બાળકીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે અમરેલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.