મુંદ્રા સોપારી તોડકાંડના ફરાર 4 પોલીસકર્મીને હાજર થવા આદેશ
ગુજરાત ભરના પોલીસ બેડામા ભારે ચકચાર સર્જવા સાથે પોલીસ બેડા માટે સર્મસાર એવા કેસમાં એક તરફ તોડકાંડની ફરીયાદ કરનાર સહિતના લોકો સામે પોલીસે ગાડીયો કસ્યો છે. પરંતુ બીજી તરફ સોપારી તોડકાંડમાં સામેલ પોલીસ કર્મચારી સહિત પુર્વ રેન્જ આઇ.જીના ભાણેજ સહિતના લોકો હજુ પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે ભુજની નામદાર સ્પેશિયલ અઈઇ સેશન્સ જજની કોર્ટે આરોપીઓ ને ફરારી જાહેર કરી જાહેર નામુ બહાર પાડ્યુ છે. જેમાં કોર્ટ સમક્ષ 30 દીવસમાં હાજર થવા આદેશ કરાયો છે.જો કે આરોપી કોર્ટ સમક્ષ હાજર નહિ થાય તો આગળ મિલ્કત જપ્તી સહિતના પગલા તપાસ ટીમ દ્રારા લઇ શકાશે.અત્યાર સુધીની તપાસની વાત કરીએ તો મુંદ્રા સોપારી કાંડ લાંચ પ્રકરણ માં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જે બંને આ કેસના અન્ય આરોપીઓ કે જે પોલીસ કર્મી છે તેને લાંચની રકમ પહોચાડવામાં વચેટિયા ની ભૂમિકા માં હતા જેમાં (1) પંકીલ સુનીલ મોહતા અને ક્રિપાલ સિંહ ત્રિલોક્સિંહ વાધેલા ની ધરપકડ કરી છે.જે હાલ જેલમાં છે. આ બને આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજીઓ કરેલ પરંતુ જિલ્લા મુખ્ય સરકારી(ડીજીપી)વકીલ ગોસ્વામી સાહેબે કોર્ટમાં ધારદાર રજુઆત કરતાં નામદાર સ્પેશિયલ અઈઇ સેશન્સ જજ સાહેબ,ભુજ ની કોર્ટે આ બને આરોપીઓની જામીન અરજી નામંજૂર કર્યા હતા સાથે આ કેસમાં નાસ્તા ફરતાં આરોપી સસ્પેન્ડ પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહે પણ આગોતરા જામીન અરજી કરેલ જેમાં પણ જિલ્લા મુખ્ય સરકારી(ડીજીપી)વકીલ ગોસ્વામીએ ધારદાર રજુઆત કરતા સેશન્સ કોર્ટે રાજેન્દ્રસિંહની આગોતરા જામીન માટેની અરજી પણ નામંજુર કરેલ હતી આ કેશ માં પોલીસ નાસ્તા ફરતાં સસ્પેન્ડ પોલીસવાળા આરોપીઓને પકડવા સીઆરપીસી 70, મુજબ વોરંટ મળ્યુ હતુ પરંતુ વોરંટોની બજવણી આરોપીઓ ન થવા દેતા તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં રીપોર્ટ રજુ કર્યો હતો જે રિપોર્ટને ઘ્યાને લઈ નામદાર સ્પેશિયલ એસીબી સેશન્સ જજની કોર્ટે આરોપીઓને ફરારી જાહેર કરી જાહેર નામુ બહાર પાડી કોર્ટ સમક્ષ 30 દીવસમાં હાજર થવા આદેશ કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે હવે આરોપીઓ (1) કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (2) રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (3) રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (4) ભરત અસારિયા ગઢવી સસ્પેન્ડ પોલીસ એચસી (5) શૈલેન્દ્રસિંહ જ્યોતિભાઈ ભાણુભા માધુભા સોઢા (વચેટીઓ) નો સમાવેશ થાય છે. હવે આરોપી જો 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર નહી થાય તો મિલ્કત જપ્તી ના પગલાં લવાશે તેવુ તપાસ કર્તા અધિકારીએ જણાવ્યુ છે. આમ ફરાર પોલીસ કર્મી પર હવે કાયદાનો ગાળીયો વધુ કસાયો છે.