For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતાધારના મહંતે એસ.ટી.બસ ચલાવતા વિવાદ, તપાસના આદેશ

03:54 PM Apr 25, 2024 IST | Bhumika
સતાધારના મહંતે એસ ટી બસ ચલાવતા વિવાદ  તપાસના આદેશ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલી સતાધાર જગ્યાના મહંત વિજય બાપુનો એસટી બસ ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા એસટી વિભાગે તપાસ હાથ ધરી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા યુઝર્સે પણ સવાલો ઉઠાવ્યા હતા. જૂનાગઢ એસટી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, કોઈ ખાનગી વ્યકિત સરકારી બસ ચલાવી શકે નહીં. સુરત-સતાધાર વચ્ચે નવી એસટી બસના રૂૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી બસ શરૂૂ થતા તેની પૂજા રાખવામાં આવી હતી. આ સમયે જગ્યાના મહંત વિજય બાપુએ એસટી બસ ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે. વાઈરલ વીડિયોમાં દેખાતી એસટી બસ સુરત ડિવિઝનની હોવાનું સામે આવ્યું છે.

Advertisement

જૂનાગઢ એસ ટી વિભાગના વિભાગીય નિયામક એમ.બી રાવલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં આવો વીડિયો વાયરલ થયાની જાણ થઈ છે. GSRTC સિવાયના કોઈ વ્યકિત આમ બસ ચલાવી શકે નહીં. બસની પૂજા કે ઉદ્ઘાટન કંઈ પણ કરવાની હોય પરંતુ આમ કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગની સીટ પર બેસી બસ ચલાવી શકે નહીં.પરંતુ અહી પૂજા કરતા હોય તેવું માલુમ પડે છે. આ મામલે અમારી વિભાગીય કચેરીને જાણ કરવામાં આવશે અને જે કોઈ કસુરવાર હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ બાબતે સતાધારના મહંત વિજય બાપુનો પક્ષ જાણવા માટે તેઓને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ, સંપર્ક થઈ શક્યો ન હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement