સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

યશરાજ ફિલ્મના વિરોધમાં જૂનાગઢમાં કાલે સંત સંમેલન

01:27 PM Jun 22, 2024 IST | admin
Advertisement

વિવાદાસ્પદ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ મુકવાની માગણી: પુસ્તકના પ્રકાશકો, ફિલ્મ નિર્માતા-કલાકારો સામે ગુનો નોંધવા ફરિયાદ

Advertisement

યશરાજ ફિલ્મની વિવાદાસ્પદ ફિલ્મ મહારાજ સામે હવે સંતો-મહંતો મેદાને આવ્યા છે. આ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ મુકવાની માંગણી સાથે આવતી કાલે રવિવારે જુનાગઢના પુષ્ટિ સંસ્કારધામ ખાતે સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મહારાજ ફિલ્મ સામે આગળની રણનીતિ ઘડવામાં આવનાર છે.
યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી ‘મહારાજ’ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને ઠેંસ પહોંચે તેવું ચિત્રણ કરાયું હોવાના આક્ષેપ સાથે વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢના પુષ્ટિ સંસ્કાર ધામ ખાતે રવિવારે સંત સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં તમામ સંતો-મહંતોને હાજરી આપવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તો અને જૂનાગઢના સાધુ સંતો અને સનાતનિઓમાં મહારાજ ફિલ્મને લઈ રોષ ફેલાયો છે. જેને લઇ વૈષ્ણવ સંપ્રદાય ,હિન્દુ સનાતન ધર્મના તમામ સંસ્થાના આગેવાનો અને ભક્તો દ્વારા અગાઉ પણ જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ મામલે રજૂઆત કરવામાં આવી હતી.મહારાજ પુસ્તકના પ્રકાશકો, ફીલ્મના નિર્માતા નિર્દેશક કલાકારો વિરૂૂધ્ધ ગુન્હો દાખલ કરવા ગત 16 તારીખે પુષ્ટિ સંપ્રદાયના રઘુનાથજી બાવાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી.
પૃષ્ટિ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય રઘુનાથજી દીક્ષિતે જણાવ્યું હતું કે વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિંદુ સંપ્રદાય દ્વારા મહારાજ ફિલ્મને લઈને ઘણો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદો કરવામાં આવી આવેદનપત્ર આપ્યા, અને તમામ હિન્દુ વૈષ્ણવ સનાતન ધર્મના લોકો રોડ પર આવ્યા છતાં પણ સરકારે કોઈ નિર્ણય ન લીધો. ત્યારે અમારી રજૂઆત સરકારને સંભળાવવા માટે આગામી 23/6/2019 ને રવિવાર સંત સંમેલનનું આયોજન કરાયું છે. જે સંમેલનમાં સનાતન ધર્મના તમામ સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાયના સંતો સંમેલનમાં ઉપસ્થિત રહેશે.આગામી તારીખ 23/06/2024 રવિવારના પૃષ્ટિ સંસ્કાર ધામ ખાતે સવારે 9:00 વાગ્યાથી સંત સંમેલનનું આયોજન કરાયું છે. દરેક સનાતનની, વૈષ્ણવ દરેક વૈષ્ણવ આચાર્ય અને દરેક સાધુ સંતો આ સંમેલનમાં હાજર રહેશે.
આટલી રજૂઆત કરવા છતાં પણ સરકાર સાંભળતી નથી ત્યારે રસ્તા પર આવી અને રજૂઆત કરવામાં આવશે ત્યારે સરકારને સાંભળવું જ પડશે. જ્યારે દરેક હિન્દુ સનાતન અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ સંત સંમેલનમાં હાજરી આપવી. વર્ષોથી હિન્દુ સનાતન ધર્મ પર પ્રહારો કરવામાં આવે છે. ત્યારે હાલના સમયમાં યશરાજ ફિલ્મ દ્વારા મહારાજ ફિલ્મ બનાવવામાં આવી રહ્યું છે તે હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સનાતન ધર્મ પર પ્રહાર છે. જેના વિરોધમાં આગામી રવિવારે સંત સંમેલનનું આયોજન કરાયું છે.

મહારાજ ફિલ્મ પરથી હાઇકોર્ટે સ્ટે હટાવ્યો
મંગળવારે ગુજરાત હાઈકોર્ટે બોલીવુડ સ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ મહારાજ પર સ્ટે મુકી દીધો હતો. જેને ગુજરાત હાઈકોર્ટે આજે હટાવી દીધો છે, હાઈકોર્ટ તરફથી કહેવાયું છે કે આ ફિલ્મમાં કંઈ વિવાદીત નથી. હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરથી સ્ટે હટાવી દીધો છે. તેથી હવે આગામી દિવસોમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂૂઆત કરવા જઈ રહ્યો છે. તેની પ્રથમ ફિલ્મ ‘મહારાજ’ તૈયાર છે પરંતુ OTT Netflix પર રિલીઝ થાય તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા હિન્દુ સંગઠનો સતત ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા. ‘મહારાજ’ ફિલ્મ સામે ગુજરાત કોર્ટે અગાઉ વચગાળાનો સ્ટે આપ્યો હતો. સુનાવણીમાં કોર્ટમાં અરજદારે કહ્યું હતું કે, અમને કોઈ કોમર્શિયલ લાભ નથી જોઈતા, ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ. કોર્ટનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે. બીજી તરફ મહારાજ ફિલ્મનો પોરબંદરમાં વૈષ્ણવ સમાજે વિરોધ કર્યો હતો. જૂદી જૂદી હવેલીના બાબાશ્રીઓની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કલેક્ટર અને એસપીને આવેદન આપ્યું હતું. આ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાંથી આજે સ્ટે હટાવી દેવામાં આવ્યો છે અને ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થશે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSyashraj film
Advertisement
Next Article
Advertisement