For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાંથી કબજે કરાયેલા સિરપમાં ‘સેનિટાઈઝર’ હોવાનો ઘટસ્ફોટ

11:36 AM Jan 19, 2024 IST | Bhumika
જૂનાગઢમાંથી કબજે કરાયેલા સિરપમાં ‘સેનિટાઈઝર’ હોવાનો ઘટસ્ફોટ

ચાર મહિના બાદ એફએસએલ રિપોર્ટમાં ખુલાસો : પૂર્વયોજિત કાવતરું છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણને ઝડપી લીધા : વધુ બેની શોધખોળ

Advertisement

ગુજરાતમાં થોડા સમય પહેલા પોલીસ પાડેલા રાજ્યવ્યાપી દરોડોમાં મોટાભાગના શહેરોમાં આર્યુવેદિકના નામે શંકાસ્પદ નશાકારક સિરપનું વેચાણ થતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે અનેક જગ્યાએથી શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જૂનાગઢના વંથલીમાંથી પોલીસે 19 હજાર કરતા વધુ શંકાસ્પદ સિરપની બોટલ જપ્ત કરી હતી. જેની એફએસએલ તપાસનો રિપોર્ટ આવતા ચોંકાવનારી વિગત સામે આવી છે. હેન્ડ સેનેટાઈઝર બનાવવામા માટે જે આઈશો પ્રોપાઈલ આલ્કોહોલનો ઉપયોગ થતો હોય છે તેનો ઉપયોગ આ સિરપમાં કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. નશાકારક સિરપની બોટલો પર આયુર્વેદિક સિરપના ડુપ્લીકેટ સ્ટીકર બનાવી વેપલો ચાલતો હતો. હવે પોલીસે આ મામલે પાંચ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણને ઝડપી પાડ્યા છે.

19 ઓગસ્ટના રોજ જૂનાગઢની વંથલી પોલીસ દ્વારા આસીફ મોહમ્મદ અમરેલીયાની વાડીમાં દરોડો પાડીને 19 હજારથી વધુ શંકાસ્પદ સિરપની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 19 લાખ રૂૂપિયા થતી હતી. જે તે સમયે વંથલી પોલીસ દ્વારા આ મામલે જાણવાજોગ દાખલ કરી શંકાસ્પદ સિરપના સેમ્પલ લઈ એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
ઓગસ્ટ મહિનામાં ઝડપાયેલી શંકાસ્પદ સિરપની તપાસ કરવામાં આવી હતી. જેમાં આયુર્વેદિક સિરપની બોટલની અંદર સીધો જ ઈથાઈલ આલ્કોહોલ નાખી દેવામાં આવતો હતો. આ ઉપરાંત આઈશો પ્રોપાઈલ આલ્કોહોલ જે અખાદ્ય હોય જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે તથા હેન્ડ સેનેટાઈઝરમાં થતો હોય જે વધુ પડતું જો કોઈ વ્યક્તિ પી જાય તો તે માણસનું મૃત્યુ પણ થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. તે જાણવા છતાં આ ટોળકી તેનો પણ ઉપયોગ કરતી હતી.

Advertisement

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પોલીસ દ્વારા જે બોટલ કબજે કરવામાં આવી હતી તેના પર શ્રી આયુર્વેદિક હેલ્થકેર લખેલ સ્ટીકર હતા. જે તેની કંપનીની બનાવટના ન હોય તેમજ આ સ્ટીકરો બોગસ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જે ત્રણ પ્રકારના હર્બલ પીણા વેચાણ માટે બનાવવામાં આવ્યા હતા તે બનાવવાનું લાયસન્સ શ્રી આયુર્વેદિક હેલ્થકેર પાસે ક્યારેય હતું જ નહીં. જેથી આરોપીઓએ આયુર્વેદિક હેલ્થકેરના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા સ્ટીકરો બનાવી સાચા તરીકે તેનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું ખૂલ્યું છે.આ મામલે આસીફ મહમદ અમરેલીયા, અબ્દુલકાદીર મજીદ મુલતાની, સુજેર યુસુફ ગબ્બલ નાગોરી, અબ્બાસભાઈ કાથડભાઈ રાઉમા અને ફીરોજ અશરફ ચૌહાણ સામે આઈપીસી 272, 273, 406, 420, 465, 467, 468, 471,482,483,120(બી) તેમજ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેમાં આસિફ મોહમ્મદ અમરેલીયા, સુજેર યુસુફ નાગોરી અને અબ્બાસ કાથડ રાઉમાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement