For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાંઢિયો પુલ કાલથી બંધ, ટ્રાયલમાં ટ્રાફિકજામ

05:51 PM May 16, 2024 IST | Bhumika
સાંઢિયો પુલ કાલથી બંધ  ટ્રાયલમાં ટ્રાફિકજામ
Advertisement

ડાયવર્ઝન ઉપર પણ ફોર વ્હિલ વાહનોનેે એન્ટ્રી, એરપોર્ટ ફાટક અને રેલનગર પાસેથી આવન જાવનની વૈકલ્પિક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન માટે ખાસ સ્ટાફ કરાશે તૈનાત

રાજકોટ જામનગર રોડને જોડતાં રાજાશાહી વખતના સાંઢીયા પુલને તોડી નવો બનાવવા માટેની અનેક વખત મુદત પડયા બાદ અંતે સાંઢીયા પુલના નવનિર્માણનું કામ શરૂ થવાનું છે ત્યારે આ પૂલને તોડવાની કામગીરી હવે નજીકના દિવસોમાં જ થશે પરંતુ તે પૂર્વે ટ્રાફીકને ડાયવર્ડ કરવા માટે ટ્રાફીક પોલીસ અને આરએમસીના અધિકારીઓએ ટ્રાયલ કર્યુ હતું પરંતુ આ ટ્રાયલમાં પ્રથમ ગ્રાસ્ય મકસીકા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ટાયવર્ઝન માટેની કામગીરીના ટ્રાયલમાં ટ્રાફીક જામ થઈ જતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. અંતે ટ્રાફીક પોલીસ દ્વારા ડાયવર્ઝનના રૂટ ઉપર માત્ર ટુ વ્હીલરને એન્ટ્રી આપવા અને ફોર વ્હીલ માટે નો એન્ટ્રીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ટ્રાફીક શાખાના એસીપી જે.બી.ગઢવી સહિતના સ્ટાફે આજે જામનગર રોડ સાંઢીયા પુલ ઉપર વાહનોની અવરજવર બંધ કરાવી હતી અને ડાયવર્ઝન કરાયેલા માર્ગ ઉપરથી વાહન વ્યવહારની આવન જાવન શરૂ કરાઈ હતી. પરંતુ આ ટ્રાયલ રન સફળ થવાના બદલે ટ્રાફીક જામ થઈ જતાં અંતે થોડા જ કલાકોમાં બંધ કરાયેલો સાંઢીયો પુલ ફરી વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો હતો.
રાજકોટના જામનગર રોડ પર આવેલા 50 વર્ષ જુના સાંઢીયા પુલનું ડિમોલીશન કરી ત્યાં નવો પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ પુલના ડિમોલેશન અને નવનિર્માણના આડે અનેક વિઘ્ન આવ્યા હતાં. પુલની કામગીરી શરૂ થાય તે પૂર્વે ડાયવર્ઝન માટેની કામગીરી કરવી જરૂરી હોય પોલીસ અને આરએમસી દ્વારા સર્વે કરી ડાયવર્ઝનનો રૂટ નક્કી કરવામા આવ્યો હતો. બીજી તરફ જામનગર રોડ પરના સાંઢીયા પુલ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી અને ભારે વાહનોને ડાયવર્ઝન કરેલા રૂટ ઉપરથી આવન જાવન માટેની વ્યવસ્થા કરાઈ હતી. હવે ગણતરીના દિવસોમાં સાંઢીયો પુલ તોડવાની કામગીરી શરૂ કરવાની હોય ત્યારે સાંઢીયા પુલ ઉપર વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ કરી ડાયવર્ઝન કરેલા રૂટ ઉપર વાહનોની આવન જાવન માટેની આજે ટ્રાયલ કરવામાં આવી હતી.

સવારથી સાંઢીયો પુલ વાહનો માટે સંપૂર્ણ બંધ કરી ભોમેશ્ર્વર તરફના ડાયવર્ટ કરેલા રસ્તે વાહનો પસાર કરાવવામાં આવ્યા હતાં. પરંતુ થોડી જ કલાકોમાં ટ્રાફીક જામ થઈ જતાં જામનગર રોડ તરફ આવતાં અને જતાં વાહનોના ભોમેશ્ર્વર વિસ્તારમાં થપ્પા લાગી ગયા હતાં. ટ્રાફીક શાખાના એસીપી જે.બી.ગઢવી તેમજ આરએમસીના અધિકારીઓની ઉપસ્થિતિમાં થયેલા આ ટ્રાયલ રન ફેઈલ ગયું હતું. જેના કારણે જામનગર રોડ પર સાંઢીયા પુલને ફરીથી વાહનની આવન જાવન માટે ખોલવામાં આવ્યો હતો અને ટ્રાફીક જામને હળવો કરવામાં આવ્યો હતો.

ટ્રાયલ રનમાં ટ્રાફીક જામ સર્જાતા હવે ડાયવર્ટ કરેલા રૂટ ઉપર માત્ર ટુ વ્હીલરને જ એન્ટ્રી આપવી અને ફોર વ્હીલને ત્યાં નો એન્ટ્રીનો નિર્ણય લેવાયો છે. જો કે સત્તાવાર જાહેરાત જાહેરનામાં આજે કરવામાં આવશે. જામનગર રોડ ઉપરથી આવતાં ફોર વ્હીલને સિવિલ હોસ્પિટલ ચોક પર જવા માટે ભોમેશ્ર્વર મંદિરથી એરપોર્ટ ફાટક તરફ અને રેસકોર્ષ રીંગ રોડ થઈ ચાલવું પડશે જ્યારે બીજા રૂટમાં વાહન ચાલકોને રેલનગર અંડરબ્રીજ થઈ પોપટપરા અને જંકશન તરફથી ચાલવું પડશે. ફોર વ્હીલના આવનજાવનના કારણે ડાયવર્ટ કરેલા રૂટ ઉપર ટ્રાફીક જામ સર્જાતા આ નિર્ણય લેવાયો છે. જો કે ટ્રાફીક જામ ન થાય તે માટે ટ્રાફીક પોલીસ દ્વારા વધારાનો ચાર પોઈન્ટ ઉપર છ પોલીસને તેમજ ટ્રાફીક વોર્ડનને તૈનાત કરવામાં આવશે.

સાંઢિયા પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું બહાર પડાશે
50 વર્ષ જુના જામનગર રોડ પરના સાંઢીયા પુલને ડિમોલીશન કરી નવો પુલ બનાવવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પુલ ઉપરથી પસાર થતાં ભારે વાહનો સિવાયના અન્ય વાહનો માટે પણ આજે સવારે ટ્રાયલ બેઈઝ ઉપર અવરજવર બંધ કરાઈ હતી. ટ્રાફીક શાખાના અધિકારીઓ અને આરએમસીના અધિકારીઓએ સ્થળ ઉપર પુલ ઉપરના વાહન વ્યવહાર બંધ કરીને જે ટ્રાયલ રન કર્યો હોય ત્યારબાદ આ પુલ બંધ કરવાનું જાહેરનામુ આજે અથવા કાલ સુધીમાં બહાર પાડવામાં આવશે અને જામનગર રોડ પર સાંઢીયા પુલ પર તમામ વાહનોની આવનજાવન ઉપર રોક લગાવવામાં આવશે અને આ રસ્તેથી પસાર થતાં વાહનોને હવે ડાયવર્ટ કરેલા નવા રસ્તેથી પસાર થવા અંગેનું જાહેરનામું પોલીસ દ્વારા બહાર પાડવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement