For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે સેમસન કેપ્ટન, ઋતુરાજ વાઇસ કેપ્ટન?

12:09 PM Jun 20, 2024 IST | admin
ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે સેમસન કેપ્ટન  ઋતુરાજ વાઇસ કેપ્ટન

પરાગ, અભિષેક શર્મા, મંયક યાદવને ડેબ્યૂની તક મળી શકે

Advertisement

ટીમ ઈન્ડિયાને જુલાઈ મહિનામાં ઝિમ્બાબ્વે સામે 5 મેચની ટી-20 સીરીઝ રમવાની છે અને આ સીરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બીસીસીઆઇ મેનેજમેન્ટ આ ટી20 સિરીઝ માટે યુવા ખેલાડીઓને તક આપતા જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝ દ્વારા જ બીસીસીઆઇ ટીમ ઈન્ડિયાને આગામી ટી20 વર્લ્ડ કપ 2026 માટે તૈયાર કરવાનું વિચારી રહી છે. આ કારણે આ સિરીઝમાં માત્ર ટી20 નિષ્ણાત ખેલાડીઓને જ તક આપવામાં આવશે.

ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ટી20 શ્રેણી માટે બીસીસીઆઈ મેનેજમેન્ટ જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરશે તેની કપ્તાની યુવા ખભાને સોંપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુવા બેટ્સમેન સંજુ સેમસનને આ સિરીઝમાં ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. સંજુ સેમસન ઘણા વર્ષોથી આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે અને એક કેપ્ટન તરીકે તેણે બધાને પ્રભાવિત કર્યા છે. આ કારણે હવે સમાચાર આવી રહ્યા છે કે મેનેજમેન્ટ તેને ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકે છે.

Advertisement

આ સિવાય એવા સમાચાર પણ આવી રહ્યા છે કે બીસીસીઆઇ મેનેજમેન્ટ ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકે છે. રુતુરાજ ગાયકવાડે પણ આઈપીએલની આ સિઝનમાં પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ટી20 શ્રેણી માટે બીસીસીઆઈ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવનારી ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ મેનેજમેન્ટ ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝમાં રેયાન પરાગ, અભિષેક શર્મા, મયંક યાદવ જેવા ખેલાડીઓને તક આપવા પર વિચાર કરી શકે છે. આ તમામ ખેલાડીઓનું તાજેતરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement