For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સામાકાંઠે ભત્રીજા પર કાકાનો ધારિયાથી હુમલો,કારમાં તોડફોડ

04:34 PM Jun 08, 2024 IST | admin
સામાકાંઠે ભત્રીજા પર કાકાનો ધારિયાથી હુમલો કારમાં તોડફોડ

શહેરના રણછોડનગર વિસ્તારમાં રહેતા પટેલ યુવાનને રસ્તામાં રોકી કૌટુંબિક કાકાએ ગાળો ભાંડી હતી. બાદમાં ધારીયા જેવું હથિયાર લઈને ઘરે આવી યુવાનની કારમાં તોડફોડ કરી હતી. જેથી યુવાન બહાર જઈ સમજાવા જતા આ ધારીયા વડે યુવાન પર પણ હુમલો કરી દીધો હતો. મકાન બાબતે કાકા સાથે મન દુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.

Advertisement

મળતી વિગતો મુજબ, રણછોડનગરમાં એસબીઆઇ બેન્કની સામે ખોડિયાર કૃપા મકાનમાં રહેતા ઉમેશ કરશનભાઈ વેકરીયા (ઉ.વ 38) નામના પટેલ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રણછોડ નગર શેરી નંબર-3 માં રહેતા કૌટુંબિક કાકા રાજેશ દેવજીભાઈ વેકરીયાનું નામ આપ્યું છે. યુવાને જણાવ્યું હતું કે, તે ઘરેથી ગેસ લાઇટર બનાવવાનું કામ કરે છે.ગઈકાલે બપોરના સાડા ચારેક વાગ્યે આસપાસ તે પોતાની અલ્ટો કાર લઇ દીકરીનું રિઝલ્ટ લેવા માટે નીકળ્યો હતો દરમિયાન પેડક રોડ પાસે એસબીઆઇ બેન્ક નજીક પહોંચતા કૌટુંબિક કાકા રાજેશભાઈ સાયકલ લઈને અહીંથી જતા હતા. જેથી તે યુવાને જોઈ ગાળો બોલવા લાગ્યા હતા પરંતુ યુવાને કંઈ કહ્યું ન હતું આગળ જતા કાકાએ પીછો કરી ફરી તેને ગાળો આપી હતી. તેમછતાં યુવાને કાંઈ કહ્યું ન હતું બાદમાં તેના ઘરે જઈ સમજાવા જતા કૌટુંબીક કાકા રાજેશ વેકરીયા વધુ ઉશ્કેરાયા હતા અને ઘરમાંથી ધારીયા જેવું હથિયાર લઈને આવતા યુવાન અહીંથી કાર લઇ પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. બાદમાં રાજેશ વેકરીયાએ અહીં ઘરે ધસી આવી યુવાનની અલ્ટો કારમાં ધારીયા વડે તોડફોડ કરી હતી જેથી યુવાન ઘરની બહાર નીકળી તને રોકવા જતા તેના હાથમાં ધારિયાના ઘા મારી દીધા હતા. દરમિયાન દેકારો થતા આરોપી અહીંથી નાસી ગયો હતો. યુવાનને હાથમાં ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

યુવાન હાલ તે જે ઘરમાં રહે છે તે મકાન બાબતે તેને કૌટુંબીક કાકા રાજેશ વેકરીયા સાથે છેલ્લા એક વર્ષથી મન દુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસે રાજેશ વેકરીયા સામે મારામારી, ધમકી અને તોડફોડ અંગેનો ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement