For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાજિદ નડિયાદવાલા સાથે 10 વર્ષ બાદ કામ કરશે સલમાન ખાન

01:03 PM Feb 16, 2024 IST | Bhumika
સાજિદ નડિયાદવાલા સાથે 10 વર્ષ બાદ કામ કરશે સલમાન ખાન

સલમાન ખાન અને નિર્માતા સાજિદ નડિયાદવાલા 10 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. 2014માં સાજિદે સલમાન સાથે ‘કિક’ બનાવી હતી. હવે આ લોકો એક મોટા બજેટની એક્શન થ્રિલર ફિલ્મમાં સાથે આવ્યા છે. અછ મુરુગાદોસ આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મનું બજેટ 400 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે. જે તેને સલમાન, સાજિદ અને મુરુગાદોસની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ બનાવે છે.

Advertisement

મીડિયા સૂત્રો અનુસાર, સલમાન ખાન અને સાજિદ સાથે કામ કરી રહ્યા છે. જ્યારે સાજિદ અને મુરુગાદોસ આ ફિલ્મના વિષય પર વાત કરી રહ્યા હતા ત્યારે બંનેના મગજમાં પહેલું નામ સલમાન ખાનનું હતું. જ્યારે સાજિદે આ અંગે સલમાન સાથે વાત કરી તો તેણે તરત જ ફિલ્મ માટે હા પાડી દીધી. આ ફિલ્મનું શૂટિંગ પોર્ટુગલ અને કેટલાક યુરોપિયન દેશોમાં થશે. ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા હશે. આ ફિલ્મ સાજિદનો સ્પેશિયલ પ્રોજેક્ટ છે. આ વર્ષની શરૂૂઆતમાં આ ફિલ્મને લઈને બેઠકો યોજાઈ હતી. ટૂંક સમયમાં શૂટ કરવામાં આવશે. ગયા વર્ષે સલમાન પાસે જે પણ સ્ક્રિપ્ટ આવી હતી તેમાંથી તેને મુરુગાદોસ સાથેની સ્ક્રિપ્ટ સૌથી રોમાંચક લાગી હતી. તેથી, તેણે આ ફિલ્મને પ્રાથમિકતાના આધારે શૂટ કરવાની યોજના બનાવી છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઉનાળામાં શરૂૂ થવાનું છે. તેનું શૂટિંગ 2024ના અંત સુધીમાં પૂર્ણ થશે. આ અનામી એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ પોર્ટુગલ સહિત વિવિધ યુરોપિયન દેશોમાં કરવામાં આવશે. તેને ઈદ 2025 પર રિલીઝ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement