For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અર્ટિગા કાર ભાડે મેળવીને સલાયાના યુવાન સાથે છેતરપિંડી

11:35 AM May 16, 2024 IST | Bhumika
અર્ટિગા કાર ભાડે મેળવીને સલાયાના યુવાન સાથે છેતરપિંડી
Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા ફિરોજભાઈ અયુબભાઈ ચમડિયા નામના 32 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન પાસેથી તેની માલિકીની જી.જે. 37 જે. 7184 નંબરની રૂ. 10,00,000ની કિંમતની અર્ટીગા મોટરકાર સલાયાના રહીશ નાસીર કાસમ ગજણ નામના શખ્સએ નસ્ત્રખાનગી કંપનીમાં એક મહિનાના 40,000 રૂપિયા લેખે ભાડેથી રાખવી છે- તેમ કહીને આ કાર મેળવી હતી.

આરોપી દ્વારા મોટરકારની ઓરીજનલ આર.સી. બુક, વીમા પોલીસી તેમજ પી.યુ.સી. પણ મેળવી લઈ અને બાદમાં આરોપીએ કારનું ભાડું કે કાર ફરિયાદી ફિરોજભાઈ ચમડિયાને પરત આપી ન હોવા અંગેની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

છકડા રીક્ષાની અડફેટે વૃદ્ધને ગંભીર ઈજા
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા વાલજીભાઈ માવજીભાઈ સોનગરા નામના સતવારા વૃદ્ધ તેમનું ટી.વી.એસ. મોટર સાયકલ લઇને ખંભાળિયાથી વિરમદળ બાજુ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 11 યુ. 4923 નંબરના એક છકડો રિક્ષાના ચાલકે વાલજીભાઈને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની જુદી જુદી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે મહેશભાઈ વાલજીભાઈ માવજીભાઈ સોનગરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે છકડો રીક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement