For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલારની આંધી, બાહુબલીનો ક્લેક્શન રેકોર્ડ તોડ્યો

01:14 PM Jan 05, 2024 IST | Bhumika
સલારની આંધી  બાહુબલીનો ક્લેક્શન રેકોર્ડ તોડ્યો

સલાર: ભાગ 1 - સીઝફાયર રિલીઝ થઈ ત્યારથી નવા નવા રેકોર્ડ પોતાને નામ કરી રહી છે. હવે આ ફિલ્મેં વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરી લીધું છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત, આ એક્શન ફિલ્મની હાલ ભરપૂર આંધી જોવા મળી રહી છે. નિતનવા રેકોર્ડ તોડતું સલાર નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે બાહુબલીના કલેક્શનને પણ પછાડી દીધું છે એટલે કે સુપરસ્ટાર પ્રભાસે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. સલારની શાનદાર સફળતા બાદ પ્રભાસે બોક્સ ઓફિસ પર પોતાની જાતને બમણી તાકાત સાથે રજૂ કરી છે. નિઝામ ક્ષેત્રમાં આ ફિલ્મ રેકોર્ડ બ્રેકર તરીકે આવી છે. જે ફિલ્મે બાહુબલી રેકોર્ડને પાર કરી લેતા હવે તે નિઝામ વિસ્તારમાં નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.રૂૂપિયા 100 કરોડની જંગી કમાણી સાથે આ ફિલ્મ વિકેન્ડમાં દિવસોમાં આવકારદાયક રીતે આગળ વધી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement