For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોક્સ ઓફિસ ઉપર સાલાર-ડંકીની જોરદાર ટક્કર, જૂના રેકોડર્સ તૂટ્યા

12:32 PM Jan 01, 2024 IST | Sejal barot
બોક્સ ઓફિસ ઉપર સાલાર ડંકીની જોરદાર ટક્કર  જૂના રેકોડર્સ તૂટ્યા

સાલાર અને ડંકી બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર રહી છે. જો કે તેમ છતાં બંને ફિલ્મો પોતપોતાની રીતે સારી કમાણી કરી રહી છે. એકતરફ શાહરૂખખાનનું આ વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું, જ્યાં તેમની આ વર્ષમાં આવેલ બંને ફિલ્મોએ 1000 કરોડની કમાણી કરી હતી, ત્યારે પ્રભાસની છેલ્લી કેટલીક ફિલ્મો એટલી સફળ રહી ન હતી.
KGF 2 ના ફેમ પ્રશાંત નીલ દ્વારા દિરગદર્શિત આ ફિલ્મની હાઇપ ઘણી જ વધુ હતી. ફિલ્મની કમાણીએ બોક્સ ઉપર ઘણા નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. સાલાર પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેણે શરૂૂઆતના દિવસે 90.7 કરોડ રૂૂપિયાની જોરદાર કમાણી કરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ, તેણે તેની રિલીઝના સાતમા દિવસે 468.50 કરોડ રૂૂપિયા એકત્ર કર્યા હતા. હવે તેને રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે. સાલારનું 9 દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે,
સાલારએ 9 દિવસમાં 12.50 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે, જેના પછી સાલારનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 329.62 કરોડ રૂૂપિયા થઈ ગયું છે. જો ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તે 600 કરોડ રૂૂપિયાથી થોડી જ દૂર છે અને તેણે દુનિયાભરમાં 550 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે.
શાહરૂૂખ ખાનની ડંકી વિશે ચાહકોમાં હજુ પણ બઝ ચાલુ છે. તે 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેણે રૂૂ. 29.2 કરોડ સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે, હવે તેના 10 દિવસના આંકડા પણ સામે આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડંકી એ 10 માં દિવસે 9.25 કરોડની કમાણી કરી છે. આ પછી હવે તેની કુલ કમાણી 176.47 થઈ ગઈ છે. જો આપણે ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનમી વાત કરીએ તો, તેણે 300 કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરી છે અને તે હવે ભારતમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement