For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘૂંટણની સર્જરી માટે સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ

01:27 PM Jan 23, 2024 IST | Bhumika
ઘૂંટણની સર્જરી માટે સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાનના ઘુંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે અને તેમના ઘુંટણની સર્જરી કરવામાં આવી છે. સૈફ અલી ખાનને ઈજા કેવી રીતે પહોંચી તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી. હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સાથે તેમની પત્ની કરીના કપૂર ખાન હાજર છે.

Advertisement

સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ દેવરા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. જબરદસ્ત એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન સૈફ અલી ખાનને ઈજા થઈ હોવાની શક્યતા છે.

સૈફ અલી ખાન શુટિંગ દરમિયાન ઘણી વાર ઈજા થઈ છે. વર્ષ 2016માં ફિલ્મ રંગૂનના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાનને અંગૂઠામાં ઈજા થઈ હતી, ત્યાર પછી સર્જરી કરાવવી પડી હતી. ફિલ્મ ક્યા કહેનાના એક્શન સીનના શુટિંગ દરમિયાન સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઇક પર સ્ટંટ કરતા સમયે સૈફ અલી ખાન લપસી ગયો હતો અને તેના માથામાં ઇજા થઇ હતી, જેથી ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement