For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાલાલા યાર્ડમાં કેસરની હરાજીનો પ્રારંભ: 10 કિલોનું પ્રથમ બોક્સ રૂા.12 હજારમાં વેચાયું

12:14 PM May 02, 2024 IST | Bhumika
તાલાલા યાર્ડમાં કેસરની હરાજીનો પ્રારંભ  10 કિલોનું પ્રથમ બોક્સ રૂા 12 હજારમાં વેચાયું
Advertisement

પ્રથમ દિવસે 10 કિલોના બોક્સના રૂા.800થી 1200 બોલાયા: 5760 બોક્સની આવક

Advertisement

તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે ગઇકાલે કેસર કેરીની હરાજી શરૂ થઈ ગત વર્ષ કરતાં 12થી 15 દિવસ હરાજી મોડી શરૂ થઈ છે. કેસર કેરીનું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી થઈ શરૂૂ હતી. પ્રથમ 10 કિલોનું બોક્સ રૂૂપિયા 12 હજારમાં ગાયના ચારા માટે ગયું હતું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂૂપિયા 800થી 1200નો રહ્યો છે. કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન છે. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે. કેસર રસિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ 1 મેથી કેસર કેરીની હરાજી શરૂૂ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા એક અઠવાડિયું મોડી છે.

તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરરાજી પણ મોડી શરૂૂ થઈ છે. કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ ને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે.કમૌસમી વરસાદ અને રોગ જીવાત ને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બોક્સની આવક થઈ છે. અત્યાર સુધીમાં યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષ 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પુરી સિઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે.

ગત વર્ષની તુલનાએ આ વર્ષ આંબા પર ફલાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું. જેને કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શકયતા વર્તાઈ રહી છે. મગીયો બંધાયા બાદ રોગ જીવાતે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે. સીઝનમાં માંડ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે. વાતાવરણની વિષમતાએ કહો કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી..!! આંબા વાડિયાઓમાં જે પ્રમાણે હોવી કેરી છે તે આવશે પણ તેના ભાવ થીદા દબાવાની શકયતા છે. આથી ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે.

કમોસમી વરસાદને લીધે ઉત્પાદન ઘટયુ

વર્તમાન સીઝનમાં કેસરનાં ઉત્પાદન માં ઘટાડો જરૂૂર નોંધાય તેવું લાગી રહ્યું છે. જો આ વખતે કમૌસમી વરસાદ ન થાય તો સિઝન 30થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેસરના શરૂઆતી ભાવો રહેશે. પછી જેમ-જેમ માલ બજારમાં આવતો થશે તેમતેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં ડર ફેલાયો છે. આથી આ વર્ષ કેસરના ભાવ પાછલા વર્ષની સરખામણીએ સરેરાશ વધુ રહે તો જ ખેડૂતોને ફાયદો થાય.

2 લાખ ટન કેરીના ઉત્પાદનની સંભાવના

તાલાળા યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માં કુલ 37517 હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર છે. જેમાં જિલ્લા પ્રમાણે વાત કરીએ તો, જૂનાગઢ 8490 હેકટર, ગીર સોમનાથ 14520, અમરેલી 6925 હેકટર, ભાવનગર 6388 હેકટર, રાજકોટ 425 હેકટર, જામનગર 424 હેકટર, પોરબંદર 305 હેકટર. સૌરાષ્ટ્ર માંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ગત વર્ષ કરતા ભાવમાં સુધારો

છેલ્લા 5 વર્ષમાં તાલાળા યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક અને ભાવોની વાત કરીએ તો, 2019માં 7,75,395 બોકસ 345 ભાવ, 2020માં 6,87,931 બોક્સ 375 ભાવ, 2021માં 5,85,595 બોક્સ 355 ભાવ, 2022માં 5,03,321 બોક્સ 740 ભાવ, 2023માં 1113540 બોક્સ 800 ભાવ. હવે 2024માં શરૂઆતી ભાવ 800થી 1200 રૂપિયા ખુલ્યો છે. પાછલા ભાવ 800થી લઈને1000 રૂપિયા 10 કિલોના એક બોક્સનો હતો. પરંતુ વાસ્તવિક સરેરાશ શું ભાવ રહે છે અને કુલ કેટલા બોક્સ આવશે તે તો તાલાળા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી પુરી થયા બાદ જ ખ્યાલ આવી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement