For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાલાનું નિવેદન માફીને પાત્ર નથી: ભાવનગર યુવરાજનો રોષ

04:54 PM Apr 01, 2024 IST | Bhumika
રૂપાલાનું નિવેદન માફીને પાત્ર નથી  ભાવનગર યુવરાજનો રોષ

કેન્દ્રના મંત્રીઓ રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર સામે ક્ષત્રીય સમાજ બાદ હવે રાજવી પરિવાર પણ મેદાનમાં આવ્યો છે. ભાવનગરનાં યુવરાજ જયવીરસિંહ ગોહીલે આ અંગે રોષ વ્યકત કરતાં કહ્યું કે રૂપાલા જેવા વ્યક્તિથી આ કેવું નિવેદન થયું છે? આ નિવેદન અંગે માફ ન કરી શકાય. ખાસ કરી રોટી-બોટી અંગે જે કહ્યું તે અંગે ભારે રોષ સાથે યુવરાજ જયવીરસિંહ ગોહીલે જણાવ્યું હતું કે આ નિવેદન માફીને યોગ્ય નથી. સમાજે ખુલીને બહાર આવવું જોઇએ. આવા નિવેદન બિલકુલ ચલાવી ન લેવાય. દેશની આઝાદીમાં રાજપુતો નાં બલીદાનો ટાંકી જણાવ્યું હતું કે સમાજના યુવાનો મહીલાઓમાં રૂપાલાના નિવેદન અંગે રોષ છે તે યોગ્ય છે અને તેને કયારેય માફી ન આપી શકાય. આમ રૂપાલા સામે હવે રાજવી પરિવાર પણ રોષે ભારાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement