For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાલાએ માતૃશક્તિ અંગે કરેલી ટિપ્પણી હૃદયમાં સોંસરવી ઉતરી ગઇ : રાણા

11:44 AM Apr 03, 2024 IST | Bhumika
રૂપાલાએ માતૃશક્તિ અંગે કરેલી ટિપ્પણી હૃદયમાં સોંસરવી ઉતરી ગઇ   રાણા
  • રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેના ઘર સામે બળીને ભસ્મ થઇ જઇશ : અસ્મિતાબા પરમાર
  • ભાવનગરમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાએ પણ તલવાર તાણી

ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટ થી શરૂૂ થઈ હાલ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધતો જાય છે. ત્યારે ભાવનગરમાં પણ આજે ક્ષત્રિય સમાજ દ્વારા બહુ મોટો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ અને યુવકો એકઠા થઈ રહેલી સ્વરૂૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, ક્ષત્રિય મહિલાઓ દ્વારા હુંકાર કરવામાં આવ્યો કે જો રૂૂપાલા ને રાજકોટ થી હટાવવામાં નહીં આવે તો તેઓ જોહર કરવા પણ તૈયાર છે.

Advertisement

ભાવનગર શહેરમાં આવેલી ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના ,કોંગ્રેસ , આપ પાર્ટી સહિત તમામ રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં વિરોધ માટે જોડાયા હતા, ભાવનગરની ગરાસિયા બોર્ડિંગ ખાતે પહેલા ક્ષત્રિય સમાજનું એક સભાના સ્વરૂૂપમાં સંમેલન યોજાયું હતું.સંમેલનમાં અસ્મિતાબા પરમાર નામની મહિલાએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે રૂૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય તો હું રૂૂપાલાના ઘરની સામે બળીને ભષ્મ થઈ જઈશ. તો બીજી તરફ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પણ સંમેલનને સંબોધતાં રૂૂપાલાના નિવેદન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ભાવનગરમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં અસ્મિતાબા પરમારે કહ્યું હતું કે સમાજની દીકરી વિશે રૂૂપાલા બોલ્યા એ મારાથી સહન નથી થતું. બહેનો માટે નીકળી ગઈ છું. ગામડે-ગામડે મિટિંગમાં જાઉં છું. ઘરે કહીને આવી છું કે મારી વાટ ન જોતા. રૂૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો હું બળીને ભષ્મ થઈ જઈશ રૂૂપાલાના ઘરની સામે. બાકી ઘરે તો હું નથી જવાની. બે છોકરા અને ઘર મૂકીને આવી છું 6 દિવસથી બહાર છું. ભાઈઓને કહેવાનું છે કે આપણે પાછીપાની નથી કરવાની.

Advertisement

ગુજરાત ભાજપના એક સમયના દિગ્ગજ નેતા, ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ ભાવનગરમાં મળેલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે રૂૂપાલા સાથે મારે 25 વર્ષ જૂની મિત્રતા છે. તેમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કરવામાં આવ્યું એનાથી મને દુ:ખ સાથે આશ્ચર્ય થયું છે. આપણી આન, બાન,શાન સમાન માતૃશક્તિ અંગે જે ટિપ્પણી કરી એ આપણા હ્રદયમાં સોંસરવી ઊતરી ગઈ છે, જેના કારણે રોષ પેદા થયો છે અને આપણે આંદોલનના માર્ગે છીએ.

સંમેલનને સંબોધતાં રાજેન્દ્રસિંહ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ પરાપૂર્વથી દેશની પરંપરા, ઈતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે. આજે છે અને આવનારા ટાઈમમાં રહેવાનો છે. આપણે ઈશ્વરદત મળેલી જવાબદારી છે. સમાજ આજે જે આંદોલનના માર્ગે છે, સંકલન સમિતિ આખી પરિસ્થિતિની આકલન કરી જે નિર્ણય લેશે એ આપણે બધાને મંજૂર રહેશે. સુખદ પરિણામ સૌને મળે.
રાજેન્દ્રસિંહ રાણાએ રાજપૂત સમાજનાં ત્યાગ અને બલિદાનની વાત કરતાં કહ્યું હતું કે એક-એક ગામમાં જઈએ તો જેટલા પાળિયા છે ને એટલા દુનિયા આખીની વસતિ ભેગી કરો તો પાળિયાની સંખ્યા વધી જાય એટલાં આપણાં ત્યાગ અને બલિદાન છે.

રૂપાલા ફોર્મ ભરશે તો સમાજના 200 યુવાનો સાથે રાજીનામાં આપશે
ભાવનગર શહેરના નવાપરા સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલાં ક્ષત્રિય સંમેલનને સંબોધતાં ભાવનગરજિલ્લાના તળાજા તાલુકા ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ (ખદરપર)એ મંચ પરથી આહવાન કર્યું હતું કે, જે દિવસે રૂૂપાલા ફોર્મ ભરશે તે જ દિવસે હું મારા સમાજના 200 યુવાનો સાથે પદ પરથી રાજીનામું ધરી દઈશ. તેમણે અંતમાં પોતે સમાજથી ઉજળા હોવાનું કહી આ મામલે પક્ષના બદલે સમાજ સાથે હોવાનું મંચ પરથી સ્પષ્ટ કર્યું હતું. આમ ગોહિલવાડમાં રૂૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement