For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપાલાએ માફી માગી લીધી છે હવે રોષની કોઇ વાત નથી: વજુભાઇ

04:57 PM May 04, 2024 IST | Bhumika
રૂપાલાએ માફી માગી લીધી છે હવે રોષની કોઇ વાત નથી  વજુભાઇ
Advertisement

ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનું એક ભવ્ય સંમેલન ભાજપના સમર્થનમાં યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળા, ઉમેદવાર નિમુબેન બાંભણીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યો તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના પુરુષ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની અનેક બેઠકો પર ક્ષત્રિય સમાજના રોષનો સામનો ભાજપને કરવો પડી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ, ભાજપ સંગઠન કે અન્ય હોદ્દા પરના આગેવાનોને સાથે રાખી સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

ત્યારે ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન સી.આર.પાટીલ, વજુભાઇ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. સી.આર. પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ સમાજનો આભાર માની કહ્યું કે, ક્ષત્રિય રાજપૂત સમાજ કટ્ટરતાથી ભાજપ સાથે રહ્યો છે જે માટે હું સમાજનો આભાર માનું છું.

તો વજુભાઇ વાળાએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવુ એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે. જ્યારે નરેન્દ્રભાઈ પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને સપોર્ટ આપવા અહીં ભેગા થયા છીએ.
જ્યારે પરસોત્તમ રૂૂપાલા મુદ્દે કહ્યું કે સમાજની માફી માંગવાની હતી તે તેમણે માંગી લીધી છે. જેથી હવે રોષની કોઈ વાત જ નથી, કોઈ જગ્યા પર હજુ સમાજના લોકો વિરોધ કરી રહ્યા હશે તો તેઓ આજ નહીં તો કાલે સમજી અને સદભાવ રાખશે.

પાટીલે કહ્યુ હતું કે, ક્ષત્રીય કારડીયા સમાજ વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ છે એટલે આજે મોટી સંખ્યામા સમાજના લોકો ઉપસ્થિત છે. પાટીલે વધુમા જણાવ્યું કે, કોંગ્રેસે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ફગાવી દીધુ. જે રામના નથી થયા તે આપણા કેવી રીતે થાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement