For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમ્પાલામાં કચ્છી કોયલ ગીતા રબારી પર યુગાન્ડન શિલિંગનો વરસાદ

04:58 PM May 04, 2024 IST | Bhumika
કમ્પાલામાં કચ્છી કોયલ ગીતા રબારી પર યુગાન્ડન શિલિંગનો વરસાદ
Advertisement

ગુજરાતના જાણીતા લોક કલાકારોના ડાયરાના પોગ્રામમાં નોટોનો વરસાદ થવો એક ફેશન થઈ ગઈ છે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, માયાભાઈ આહીર, ફરીદા મીર, રાજભા ગઢવી અને ઉર્વશી રાદડિયા જેવા અનેક લોકકલાકારોએ ડાયરાને માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ ગુંજતો કરી દીધો છે.

આ લોકકલાકારોના વિદેશમાં ડાયરા યોજાય ત્યારે તેમા ચલણી નોટોનો વરસાદ થવો સામાન્ય થઈ ગયો છે. ગીતા રબારીનો આવો જ એક ડાયરો ફરીથી ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમના પર યુગાન્ડાની કરન્સી શિલિંગનો વરસાદ થયો છે.કચ્છી કોયલ તરીકે જગવિખ્યાત લોકગાયિકા અને રોણા શેરમાં ગીત ફેઈમ ગીતા રબારીનો ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડા દેશના કમ્પાલા શહેરમાં ડાયરો યોજાયો હતો. ડાયરા દરમિયાન ગીતા રબારી પર ઉપસ્થિત શ્રોતાજનોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.યુગાન્ડામાં પટેલ, ખોજા, લોહાણા, મેર સમાજના લોકો મોટી સંખ્યામાં વર્ષોથી વસવાટ કરે છે. ખુદ ગીતા રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યુગાન્ડામાં યોજાયેલા ડાયરાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં સ્ટેજ પર તેઓ હાર્મોનિયમ સાથે જોવા મળી રહ્યાં છે, જ્યારે તેમની ચોતરફ ચલણી નોટોનો ઢગલો જોઈ શકાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement