For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

910 વાહનચાલકો સામે ગુનો નોંધી 49.83 લાખનો દંડ વસૂલતું RTO

05:18 PM Apr 08, 2024 IST | Bhumika
910 વાહનચાલકો સામે ગુનો નોંધી 49 83 લાખનો દંડ વસૂલતું rto
  • માર્ચ-2024 મહિનામાં કરાયેલી કામગીરી : દંડાત્મક કાર્યવાહીની ઝુંબેશ હજુયે ચાલુ

રાજકોટ જિલ્લા આર.ટી.ઓ. કચેરી દ્વારા રોજ બેદરકાર વાહન ચાલકો સામે શિક્ષાત્મક પગલારૂપે ગુનો નોંધી દંડ વસૂલવામાં આવી રહ્યો છે.આ બાબતે આર.ટી.ઓ. અધિકારી ખપેડે ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતુ કે, ગત માર્ચ મહિના દરમિયાન તંત્રએ 910 વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ બદલ જૂદી જૂદી કલમો અન્વયે ગુનો નોંધી રૂા.49,83,401 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.વાહન વાઇઝ અને ટ્રાફિક નિયમન ભંગ વાઇઝ કરાયેલા દંડની માહિતી જોઇએ તો 174 વાહનો સામે ઓવરલોડિંગ, 88 વાહનો સામે ઓવર ડાઇમેન્શન, કેલેન્ડેસ્ટાઇન ઓપરેશન દરમિયાન 91 કેસ કરવામાં આવ્યા છે.
9 વાહન ચાલકો ટેક્સ વગર વાહનો હંકારતા પકડાયા છે. 80 વાહન ચાલકો સામે રોડ સેફ્ટી ભંગ સબબના કેસ કરવામાં આવ્યા છે. 57 વાહન ફિટનેશનો ભંગ કરતા ઝડપાયા છે. 97 વાહન ચાલકો સામે હેલ્મેટ, સીટબેલ્ટ અને પીયુસી વગર વાહન હંકારવા બદલ ગુનો નોંધી દંડ વસૂલાયો છે.

Advertisement

167 વાહન ચાલકો ભયજનક વાહન ચલાવતા ઝડપાતા રૂા.3.34 લાખ દંડ વસૂલાયો છે. વીમા વગર નિકળેલા 47 ચાલકો નામેથી રૂા.94 હજારનો દંડ વસૂલાયો છે.જ્યારે રોડ સેફ્ટી ભંગ સહિતના અન્ય 91 વાહન ચાલકો સામે ગુના નોંધી રૂા.51 હજાર દંડ વસુલાયો છે.રાજકોટ જિલ્લા આર.ટી.ઓ. તંત્ર દ્વારા હજુ પણ બેદરકાર વાહનચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ સબબની હંકાત્મક કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ જ હોવાથી વાહન ચાલકોએ બેદરકારી છોડવા તંત્રએ તાકિદ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement