For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટિયન્સને રોજ રૂા.1.24 લાખનો ઇ-ચલણનો ચાંદલો

04:09 PM Jul 25, 2024 IST | admin
રાજકોટિયન્સને રોજ રૂા 1 24 લાખનો ઇ ચલણનો ચાંદલો

છેલ્લા 7 મહિનામાં દરરોજના 700થી વધુ મેમો ઇશ્યૂ કરાયા, 110 સરકારી વાહનો પણ દંડાયા

Advertisement

ટ્રાફિક મુદ્દે લોકો માટે ઘણા અવેરનેસના કાર્યક્રમ બાદ પણ હજુ સુધી લોકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોય તેવી વિગતો સામે આવી રહી છે. તાજેતરમાં કરવામાં આવેલી એક આર.ટી.આઈ અરજી ના જવાબમાં ચોકાવનારો ખુલાસો થયો છે. રાજકોટવાસીઓએ સાત મહિનામાં ટ્રાફિક ચલણના દંડ પેટે કુલ ₹2,63,35,649 ની ચુકવણી કરી છે. દરરોજ અંદાજે 700 જેટલા ચલણ છેલ્લા સાત મહિનામાં ઈસુ કરવામાં આવ્યા છે અને આ ચલણ પેટે કુલ સરકારની તિજોરીમાં રૂૂપિયા 1,45,83,350 ની આવક થવા પામી છે.

આગે જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ શહેરના ટ્રાફિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા હેઠળ અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2023 થી લઈને જૂન 2024 સુધીમાં સીસીટીવી કેમેરા દ્વારા કુલ 1,49,092 જેટલા ઈ ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા અને આ ઈસ્યુ કરેલા ચલણની કુલ રકમ ₹2,63,35,649 છે.

Advertisement

સીસીટીવી કેમેરા ના આધારે કરાતા દંડમાં સરકારી વાહનો પણ બાકાત નથી. જાન્યુઆરી 2024 થી લઈને 29 જૂન 2024 સુધીમાં અલગ અલગ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 110 સરકારી વાહનોને પણ ઈ મેમો ફટકારાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement