For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના વેપારીના ધ્રોલ પાસે પેટ્રોલ પંપમાંથી રૂ.1.13 લાખની ચોરી

12:31 PM May 06, 2024 IST | Bhumika
રાજકોટના વેપારીના ધ્રોલ પાસે પેટ્રોલ પંપમાંથી રૂ 1 13 લાખની ચોરી
Advertisement

રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર રહેતા વેપારીના રાજકોટ જામનગર હાઇવે ઉપર ધ્રોલ પાસે આવેલ પેટ્રોલ પંપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂૂ.1.13 લાખની રોકડ ચોરી જતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ચોરી કરનાર ચાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

મળતી વિગતો મુજબ રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર આવેલ નિસર્ગ બંગલોમાં રહેતા ગીરીરાજસિંહ હરિશ્ચંદ્ર જાડેજાના જામનગર હાઇવે ઉપર આવેલ ધ્રોલ પાસેના જાયવા ગામ નજીક આવેલ વિરાજ પેટ્રોલ પંપમાં તસ્કરો ત્રાટક્યા હતા.પેટ્રોલ પંપનો દરવાજો તોડી અંદર ઘુસેલા તસ્કરો ટેબલના ખાના માંથી રૂૂ.1.13 લાખની રોકડ ચોરી ગયા હતા.આ મામલે ધ્રોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સીસીટીવી કેમેરામાં ચાર શખ્સો કેદ થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement