For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્માને T-20 ઈન્ટરનેશનલની કેપ્ટનશિપનો નિર્ણય યોગ્ય નથી

01:14 PM Apr 27, 2024 IST | Bhumika
રોહિત શર્માને t 20 ઈન્ટરનેશનલની કેપ્ટનશિપનો નિર્ણય યોગ્ય નથી

Advertisement

કોલકાતા નાઈટ રાઈડર્સના ભૂતપૂર્વ ડિરેક્ટર જોય ભટ્ટાચાર્યનું માનવું છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં ટીમનું નેતૃત્વ કરવા માટે આદર્શ વિકલ્પ નથી. આ વર્ષની શરૂૂઆતમા બીસીસીઆઈં સેક્રેટરી જય શાહે આ સસ્પેન્સ પર પડદો ઉઠાવતા રોહિતને ટી20 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે ક્ધફર્મ કર્યું હતું. જેમ જેમ ટુર્નામેન્ટ નજીક આવી રહી છે તેમ તેમ જોય ભટ્ટાચાર્યએ રોહિત શર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના બીસીસીઆઈના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે, તેમના મતે રોહિતને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાથી ટીમને મુશ્કેલી ઉભી થઈ છે.

જોય ભટ્ટાચાર્યએ ક્રિકબઝ પર કહ્યું, ટી-20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માને ભારતના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સમયે શર્મા ટી20 ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરવા માટે આદર્શ વિકલ્પ નથી. હું રોહિત શર્માનું ખૂબ સન્માન કરું છું અને મને લાગે છે કે તે એક અદ્ભુત ક્રિકેટર છે. જો કે, તે હાલમાં આઉટ ઓફ ફોર્મ છે. જોય ભટ્ટાચાર્યને લાગે છે કે રોહિત અત્યારે ફોર્મમાં નથી અને તે કેપ્ટન હોવાથી ભારતે યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અથવા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને 15 સભ્યોની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાની ફરજ પડશે. જ્યારે તેણે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ભારતની કેપ્ટનશિપ માટે પસંદ કર્યો, ત્યારે ભટ્ટાચાર્યએ રોહિતને કેપ્ટન બનાવવા પાછળનું કારણ પણ સમજાવ્યું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement