For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ, ઓસ્ટે્રલિયાને હરાવી ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં

12:20 PM Jun 25, 2024 IST | Bhumika
રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ  ઓસ્ટે્રલિયાને હરાવી ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં
Advertisement

ટી20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યુ છે. મેચમાં અંતિમ ઓવર સુધી રસાકસી જોવા મળી હતી. ક્યારેક ઓસ્ટ્રેલિયા તો ક્યારેક ભારતનું પલ્લુ ભારે રહેતુ હતું. ભારતે પ્રથમ બેટિંગ કરી 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટ ચેન્જ કરવા મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ ટાર્ગેટ સુધી પહોચી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 181 રન બનાવી શકી હતી. ભારતનો 24 રને વિજય થયો હતો. ભારતીય ખેલાડીઓની ફિલ્ડીગ શાનદાર રહી હતી.

ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિસાળ સ્કોરનો સામનો કરવા ઓસ્ટેલિયાની ટીમ મેદાનમાં ઉતરી હતી. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ધીરે ધીરે આગળ વધી રહી હતી. મીચેલ માર્સ 37 રનના સ્કોર પર આઉટ થયો હતો. અક્ષય પટેલે તેનો જોરદાર કેચ ઝડપ્યો હતો.

Advertisement

કુલદીપ યાદવે 13મી ઓવરના પહેલા બોલ પર ગ્લેન મેક્સવેલને બોલ્ડ કર્યો હતો. તે 12 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે 15મી ઓવરમાં માર્કસ સ્ટોઈનિસને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ 17મી ઓવરમાં 150 રનના સ્કોર પર પડી હતી. ટ્રેવિસ હેડ 43 બોલમાં 76 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અર્શદીપ સિંહે 18મી ઓવરમાં મેથ્યુ વેડને આઉટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ 153 રન પર પડી હતી. કુલદીપે વેડનો શાનદાર કેચ કર્યો હતો. ત્યાર બાદ મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં આવી ગઇ હતી. ઓસ્ટ્રેલિયાને અંતિમ છ બોલમાં જીતવા 29 રનની જરૂૂર હતી પરંતુ ટાર્ગેટ સુધી પહોચી શક્યુ ન હતું. અને ભારતીય ટીમની શાનદાર જીત થઇ હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિત શર્માએ 41 બોલમાં 92 રન ફટકાર્યા હતા. જેમાં 8 છગ્ગા અન 7 બાઉન્ડ્રી હતી. જ્યારે પંત 15, સુર્યકુમાર યાદવ 31 રન, સીવમ દુબે 28 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 27, રવિન્દ્ર જાડેજાએ 9 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં ધમાકેદાર 92 રન ફટકાર્યા હતા. રોહિત શતકથી ચુકી ગયો હતો. મિચેલ સ્ટાર્કે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો. તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો હતો.

આ મેચમાં રોહિત શર્માએ ધમાકેદાર શરૂૂઆત કરી હતી. તેણે આક્રમક રીતે શોર્ટ ફટકાર્યા હતા. રોહિતે આ ઈનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ટી20 ક્રિકેટમાં 200 છગ્ગા પૂરા કર્યા છે. તમને જણાવી દઈએ કે, તે ટી20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ બેટ્સમેન આવું કરી શક્યો ન હતો.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે ડેવિડ વોર્નરને હરાવ્યો છે. ડેવિડ વોર્નરના નામે ટી20 વર્લ્ડ કપમાં 142 બાઉન્ડ્રી છે. પરંતુ રોહિત શર્મા હવે તેનાથી આગળ નીકળી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement