For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયાની સિરીઝનું સુકાન રોહિત શર્માને, રિંકુ-સંજૂનુ ડેબ્યૂ

01:18 PM May 16, 2024 IST | Bhumika
ઓસ્ટ્રેલિયાની સિરીઝનું સુકાન રોહિત શર્માને  રિંકુ સંજૂનુ ડેબ્યૂ
Advertisement

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ખૂબ જ દબદબો ધરાવે છે. જ્યારે તે પહેલાથી જ સફેદ બોલના ક્રિકેટમાં અદભૂત માનવામાં આવે છે, ત્યારે તે છેલ્લા બે વખતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને લાલ બોલના ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને એક વખત તેનું પુનરાવર્તન કરવાની તક મળવાની છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં તે ત્રીજી વખત ઠઝઈ ફાઇનલમાં પહોંચી શકે છે. જો કે વર્ષના અંતમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા સિરીઝ આ માટે ઘણી મહત્વની રહેશે. આ માટે ભારતની સંભવિત ટીમ જાહેર થઇ ચૂકી છે.
જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે તો આ ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આવી શકે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. શ્રેણીના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ મેચ 22મી નવેમ્બરથી, બીજી ટેસ્ટ 6ઠ્ઠી ડિસેમ્બરથી, ત્રીજી ટેસ્ટ 14મી ડિસેમ્બરથી, ચોથી ટેસ્ટ 26મી ડિસેમ્બરથી અને પાંચમી ટેસ્ટ 3જી જાન્યુઆરીથી રમાશે. ઓસ્ટ્રેલિયાની કમાન પેટ કમિન્સના હાથમાં જવાની છે.

Advertisement

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ મેનેજમેન્ટ સિનિયર સિવાય યુવા ખેલાડીઓને રમવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ ટીમનો ભાગ બની શકે છે. યુવા ખેલાડીઓની વાત કરીએ તો ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન વગેરેનો સમાવેશ કરી શકાય. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. ઉપરાંત, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પ્રથમ મોટી તક મળી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement