For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્માએ ચાહકોને નિરાશ કર્યા, IPLમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ

12:35 PM Apr 02, 2024 IST | Bhumika
રોહિત શર્માએ ચાહકોને નિરાશ કર્યા  iplમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ

આઇપીએલ 2024માં 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ રોહિત મેચમાં ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહોતો. આઇપીએલમાં જોવામાં આવ્યું છે કે, ટ્રેન્ટ બોલ્ટ પહેલી જ ઓવરમાં ટીમની વિકેટ લે છે, એવું જ આ મેચમાં પણ જોવા મળ્યું છે. બીજી તરફ, હવે ઈંઙકમાં સૌથી વધુ ગોલ્ડન ડક્સ માટે આઉટ થવાનો શરમજનક રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાઈ ગયો છે. રોહિત શર્મા આઈપીએલમાં અત્યાર સુધી 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. રોહિત પહેલા આરસીબીનો દિનેશ કાર્તિક પણ આઇપીએલમાં 17 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. મેચમાં રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની ખૂબ જ ખતરનાક બોલિંગ જોવા મળી હતી. બોલ્ટે તેની પહેલી જ ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને બે મોટા ઝટકા આપ્યા હતા. પહેલા રોહિત શર્મા અને પછી નમન ધીરને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દેવામાં આવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં જ પોતાના ટોપ-4 બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી છે.

Advertisement

આઇપીએલમાં સૌથી વધુ ગોલ્ડન ડક્સ પર આઉટ થયેલા ખેલાડીઓ
રોહિત શર્મા - 17 વખત
દિનેશ કાર્તિક - 17 વખત
પિયુષ ચાવલા - 15 વખત
મનદીપ સિંહ - 15 વખત
ગ્લેન મેક્સવેલ - 15 વખત
સુનીલ નારાયણ - 15 વખત

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement