For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 4000 રન

12:21 PM Jun 06, 2024 IST | admin
રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 4000 રન

વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો, 600 સિક્સ પણ ફટકારી

Advertisement

વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં રોહિતે તેની ખામીઓ પૂરી કરી અને આકર્ષક ઇનિંગ રમી. રોહિતે તેની ઇનિંગ દરમિયાન 3 સિક્સર ફટકારીને ઇતિહાસ પણ રચ્યો. તેણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સ પણ પૂરી કરી હતી.
રોહિત શર્માએ પણ તેની ઇનિંગ દરમિયાન 4000 રન પૂરા કર્યા અને તે T20Iમાં સૌથી ઓછા બોલમાં 4000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો અને તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો.
રોહિત શર્માએ આ મેચમાં પોતાની ઈનિંગ દરમિયાન ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા. રોહિત શર્માએ T20Iમાં 1860 બોલમાં 4000 રન પૂરા કર્યા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો.
વિરાટ કોહલીએ 2900 બોલમાં પોતાના 4000 રન પૂરા કર્યા. જ્યારે બાબર આઝમે 3079 બોલમાં આ કારનામું કર્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement