For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધાર્મિક મકરસંક્રાંતિ 15મીએ : વિવિધ રીતે તલનો ઉપયોગ કરવાથી મળશે ઉત્તમ લાભ

06:14 PM Jan 09, 2024 IST | Bhumika
ધાર્મિક મકરસંક્રાંતિ 15મીએ   વિવિધ રીતે તલનો ઉપયોગ કરવાથી મળશે ઉત્તમ લાભ

મકર સંક્રાંતિનું ફળ કથન પોષ સુદ ચોથને સોમવારે તા. 15ના દિવસે ધાર્મિક તથા દાન પૂણ્યના મહત્વ વારી મકર સંક્રાંતિ છે. સામાન્ય રીતે 14 જાન્યુઆરીના દિવસે સૂર્ય રાશી બદલતો હોય છે. પરંતુ આ વર્ષે સુર્યગ્રહનો મકર રાશીમાં પ્રવેશ રવિવારે તા. 15ના રોજ 2:44 કલાકે સુર્ય મકર રાશીમાં પ્રવેશ કરશે આથી પંચાગના નિયમ મુજબ ધર્મધિુના નિયમ પ્રમાણે ધાર્મિક મકર સંક્રાંતિ સોમવારે તા. 15 જાન્યુઆરીના રોજ છે.

Advertisement

મકર સંક્રાંતિનું સ્વરૂપ વાહન અશ્ર્વનું છે. ઉપવાહન સિંહ છે. કાળા કપડા પહેરેલ છે. હાથમાં ભાલો ધારણ કરેલ છે. જાતિ હિજ છે. કઠોળ ખાય છે સોનુ ધારણ કરેલ છે. દક્ષિણ માંથી આવિને ઉત્તર તરફ જાય છે. તેની દ્રષ્ટિ ઈશાન ખુણા તરફ છે. મુળ પશ્ર્ચિમ તરફ છે. સંક્રાંતિ માટે એમ મનાય છે કે જે.જે. વસ્તુઓ સાથે સબંધ થાય તે મોંઘી બને આ વર્ષે વરસાદ મધ્યમ રહે ઘોડા તથા સિંહને નુક્ાન જાય આ પ્રાણીઓ લુપ્ત થ ાય તેમા રોગચાળો ફેલાવવાની શક્યતા ખરી કાળા તલ અડદ, ચા-કોફીના ભાવમાં વધારો થવો સંભવ છે. સોનાના ભાવ વધે. દક્ષિણ તથા ઈસાન દિશાના લોકોને સુખ મળે આમ જોતા ઓસ્ટ્રેલિયા તથા જાપાનની પ્રગતિ થાય.

મકર સંક્રાંતિના દિવશે સોમવારે તા. 15 જાન્યુઆરીના રોજ તલખાવા, તલવાળુ પાણી પીવું, તલ વાળા જળથી સ્નાન કરવું, તલનો હવન કરવો, તલનું દાન દેવું, તલના તેલનું શરીરે લેપન કરવું તથા કાળાતલ મહાદેવજી ઉપર ચડાવવા આમ સાત પ્રકાર મકરંક્રાંતિના દિવસે તલનો ઉપયોગ કરવો ઉત્તમ ગણાય છે.

Advertisement

મકર સંક્રાંતિના રાશી પ્રમાણે દાનની વિગત તા. 15ને સોમવારે દાનનો શુભ સમય સવારે 7:30થી સાંજે 624 સુધી શુભ સમય છે.

રાશી પ્રમાણે વિગત
મેષ, ક્ધયા, કુંભ, :- પિતળનું વાસણ ચણાની દાળ, પીળુ કાપડ, હળદળનો ગાઠિયો, ચંદનની ડબ્બીનું દાન
વૃષભ, સિંહ, ધન :- ઘઉ-ગોળ, લાલકપડા, લાલ તલ, ત્રાંબાનું વાસણ, કંકુની ડબ્બીનું દાન કરવું.
મિથુન, તુલા, મકર :- ઘી-ખાંડ, સાકર, સફે દ તલ, પિન્ટેડ કાપડ તથા ચાંદીની વસ્તુનું દાન કરવું.
કર્ક, વૃશ્ર્ચિક, મીન :- કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળુ કપડું, ચાની ભુકી, અળદનું દાન કરવું.
(લેખન :- શાસ્ત્રી રાજદીપ જોશી-વેદાંત રત્ન)

Advertisement
Tags :
Advertisement
Advertisement