For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 ફાઇનલમાં વરસાદનું જોખમ, જો અને તોનું ગણિત

05:17 PM Jun 28, 2024 IST | admin
t 20 ફાઇનલમાં વરસાદનું જોખમ  જો અને તોનું ગણિત
Advertisement

શનિવારે નહીં તો રવિવારે રમાશે, પરિણામ માટે 10-10 ઓવર રમવી ફરજિયાત, છતાં ન રમાય તો બન્ને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે

ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ શનિવાર 29 જૂનના રોજ બારબાડોસમાં રમશે. ભારતે ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે 68 રનથી હાર આપી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે બારબાડોસમાં હવામાન કેવું રહેશે. શું શનિવારના રોજ વરસાદ પડશે, જો વરસાદ આવશે તો નિર્ણય કઈ રીતે લેવામાં આવશે? તે અંગે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઇંતેજારી પ્રવર્તી છે.
ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ દિવસે વરસાદની પુરી શક્યતા છે.

Advertisement

વેધર રિપોર્ટ અનુસાર બારબાડોસમાં 29 જૂનના રોજ 99 ટકા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન છે. 30 જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી શરુ થશે. જો વરસાદ આવશે તો સૌથી પહેલા મેચનું પરિણામ માટે અંદાજે 10-10 ઓવરની મેચ રમાશે. ફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, મેચ જ્યાંથી બંધ થઈ છે ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે.જો બારબાડોસમાં સતત વરસાદ પડશે તો રિઝર્વ ડે પર મેચ નહિ રમાય તો બંન્ને ટીમને સયુંક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય
ટી-20 વર્લ્ડકપમાં હવે ભારત આવતીકાલે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાનાર છે ત્યારે ભારતના ધાકડ ઓપનીંગ બેટસમેન વિરાટ કોહલી ઉપર સૌની નજર મંડાયેલી છે. કોહલી આ ટુર્નામેન્ટમાં ખાસ કંઇ કરી શકયો નથી. પરંતુ ફાઇનલ મેચમાં ધમાકેદાર વાપસી કરે તેવી અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. અત્યાર સુધી શાંત રહેલુ કોહલીનું બેટ નિર્ણાયક તબક્કે જ ધમાલ મચાવશે તેવું ખુદ રોહીત શર્માએ પણ જણાવ્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement