For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા નાગરિકતા કાયદાથી ભારતીય મુસ્લિમોના અધિકારો જોખમમાં: અમેરિકાની કાગારોળ

11:21 AM Apr 23, 2024 IST | Bhumika
નવા નાગરિકતા કાયદાથી ભારતીય મુસ્લિમોના અધિકારો જોખમમાં  અમેરિકાની કાગારોળ
  • ભારતે પોતાની આંતરિક બાબત ગણાવી અમેરિકી સંસદના રિપોર્ટને ફગાવ્યો

ભારતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ મોદી સરકારે નાગરિક્તા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. વર્ષ 2019માં સંસદમાં પસાર થયેલો સીએએ કાયદાનો અમલ છેક 2024માં શરૂૂ થયો છે. જોકે, આ સાથે જ ફરી એક વખત CAA મુદ્દે વિવાદ શરૂૂ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોએ CAAનો અમલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. CAA મુદ્દે અમેરિકાએ પણ નિવેદન આપતા વિપક્ષના વિરોધને બળ મળ્યું હતું. જોકે, ભારતે તેને પોતાની આંતરિક બાબત ગણાવી અમેરિકાના નિવેદનને ફગાવી દીધું હતું.

Advertisement

અમેરિકન સંસદના એક સ્વતંત્ર સંશોધન એકમ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં આ વર્ષે લાગુ કરાયેલા નાગરિકતા સંશોધન કાયદાની જોગવાઈઓથી ભારતીય બંધારણના કેટલાક અનુચ્છેદનું ઉલ્લંઘન થઈ શકે છે.સીએએને આ વર્ષે માર્ચમાં ભારતના નાગરિકતા અધિનિયમ 1955માં સુધારો કરીને લાગુ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ રિસર્ચ સર્વિસના ઈન ફોકસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે

કે સીએએની મુખ્ય જોગવાઈઓ ભારતીય બંધારણના કેટલાક આર્ટિકલનું ઉલ્લંઘન કરી શકે છે. સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ કે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવ્યા હતા, તેમને નાગરિકતા મળશે.ભારત સરકાર અને સીએએના અન્ય સમર્થકોએ દાવો કર્યો છે કે તેનો હેતુ સંપૂર્ણપણે માનવતાવાદી છે. ભારત સરકારે સીએએ વિરુદ્ધ કરવામાં આવેલી ટીકાને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેને વોટ-બેંકની રાજનીતિ તરીકે જોવી જોઈએ નહીં. હકીકતમાં તે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવા માટેની પ્રશંસનીય પહેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement