For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જે બેટથી સદી ફટકારે છે તેને સાચવી રાખે છે રિકી પોન્ટિંગ

12:42 PM Apr 30, 2024 IST | Bhumika
જે બેટથી સદી ફટકારે છે તેને સાચવી રાખે છે રિકી પોન્ટિંગ

Advertisement

ઑસ્ટ્રેલિયાને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પાસે 10 કે 20 નહીં, 1000થી વધુ બેટનું ક્લેક્શન છે. પોન્ટિંગે કરીઅર દરમ્યાન ભલાભલા બોલરોની ખબર લઈ નાખતાં તેનાં પરાક્રમોની યાદોને વ્યવસ્થિત રીતે સાચવી રાખી છે.49 વર્ષના પોન્ટિંગે 2012માં રિટાયર થતાં પહેલાં 41 ટેસ્ટ-સેન્ચુરી સહિત કુલ 71 ઇન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી હતી.

તેણે આ બધી સેન્ચુરી દરમ્યાનનાં બેટ પર સ્કોર અને હરીફ ટીમનાં નામ લખીને સાચવી રાખ્યાં છે. એક કાર્યક્રમ દરમ્યાન પોન્ટિંગે આ બાબતે કહ્યું હતું કે તમે માનો કે ન માનો, મારા ઘરે મારું પ્રથમ બેટ પણ છે. એના પર બધાં સ્ટિકર પણ હજી એમનેમ જ છે. મારી પાસે અત્યારે 1000 જેટલાં બેટ છે. એમાંથી અમુક મારા માટે ખૂબ જ ખાસ છે. મારી ઇન્ટરનેશનલ સેન્ચુરી દરમ્યાનનાં દરેક બેટ સ્કોર અને હરીફ ટીમનાં નામ સાથે સાચવી રાખ્યાં છે.

Advertisement

પોન્ટિંગના સૌથી યાદગાર પર્ફોર્મન્સમાંની એક 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામેની 140 રનની ઇનિંગ્સ પણ છે. એ ઇનિંગ્સ દરમ્યાનનું બેટ પણ સાચવી રાખ્યું હોવાનું જણાવીને પોન્ટિંગે કહ્યું કે આ બધાં બેટ મેં મારા ઘરમાં પ્રદર્શન માટે ગોઠવી નથી રાખ્યાં, પણ ગેરેજમાં સાચવી રાખ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement