For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પટેલ યુવાનની હત્યા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવાનો ઘટસ્ફોટ

04:24 PM Jun 21, 2024 IST | Bhumika
પટેલ યુવાનની હત્યા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવાનો ઘટસ્ફોટ
Advertisement

ભગીરથ સોસાયટીમાં રહેતા પટેલ યુવાન વિપુલ વશરામ કીયાડાની હત્યામાં ક્રાઈમ બ્રાંચે શામળ ઉર્ફે વિરમ હિન્દુ વકાતર, મેહુલ ઉર્ફે હકો હિન્દુભાઈ વકાતર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી લીધા હતાં. આઠ લાખ રૂપિયાની ઉઘરાણી બાબતે બન્ને ભાઈઓએ સાથે મળી સગીરની સાથે પૂર્વ આયોજીત કાવતરું રચીને વિપુલની હત્યા કરી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. વિપુલની હત્યા પૂર્વે આ બન્ને ભાઈઓએ જે લીવર વાયર વડે ગળેટુપો આપ્યો તે અગાઉથી જ ખરીદી રાખ્યો હતો. હત્યા કર્યાના પાંચ કલાક બાદ પુરાવાનો નાશ કરવા અને પોતાના ફિંગર નાબુદ કરવા માટે લાશને સળગાવી નાખી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનું આજી ડેમ પોલીસે રિ ક્ધટ્રકશન કરાવ્યું હતું.

પોલીસ તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. જેમાં વિપુલ કીયાડાની હત્યા કરનાર છકડો રીક્ષા ચલાવતાં કોઠારીયા રોડ પર રહેતા સામળ વકાતર અને સ્વાતી પાર્ક પાસે રહેતો તેનો ભાઈ મેહુલ વકાતરે બનાવના દિવસે વિપુલને મળવા બોલાવ્યો હતો અને સ્વાતી પાર્ક નજીક કાચા રસ્તે અવાવરૂ જગ્યાએ આવેલા વંડામાં બન્ને ભાઈઓ અને તેની સાથે એક સગીર વયનો કિશોર ત્યાં હોય મૃતક વિપુલ કીયાડાએ સામળ ઉર્ફે વિરમ પાસેથી જે આઠ લાખ લીધેલ હોય જે પરત આપવા બાબતે વાતચીત ચાલુ કરી હતી. દરમિયાન વિરમના ભાઈ મેહુલ અને બાળ આરોપીએ પૂર્વ આયોજીત કાવતરું રચ્યા મુજબ સાથે લાવેલા લીવર વાયર વડે ગળેટુંપો આપી વિપુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને જ્યાં સુધી વિપુલનો જીવન ન ગયો ત્યાં સુધી આ ત્રિપુટી ત્યાંજ ઉભી રહી હતી.

Advertisement

રાત્રે 10 વાગ્યાની આસપાસ આ હત્યાના બનાવને અંજામ આપી બન્ને ભાઈઓ અને આ સગીર તેના ઘરે ચાલ્યા ગયા હતાં અને બાદમાં રાત્રિના વિચાર આવ્યો કે જો મૃત દેહ ઉપર તેમના ફિંગર પ્રીન્ટ આવી જશે તો ભાંડો ફુટી જશે જેથી ઘટનાના પાંચ કલાક બાદ આ બન્ને ભાઈઓ વિપુલની જ્યાં લાશ પડી હતી ત્યાં આવ્યા હતાં અને પેટ્રોલ છાંટી પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવી નાખી હતી.

આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ત્રણેયની ધરપકડ કર્યા બાદ આજી ડેમ પોલીસને સોંપી દીધા હતાં. આજી ડેમ પોલીસે સમગ્ર ઘટનાનું રિ ક્ધટ્રકશન કરાવ્યું હતું. જેમાં હત્યારાઓએ અગાઉથી જ લીવર વાયર લઈ રાખ્યો હોય વિપુલનું ખૂન કરવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર અને તેમની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લઈ કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement