For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાજૂનીના એંધાણ, NDAના સાથી ચંદ્રબાબુ નાયડુ સાથે શનિવારે રેવંત રેડ્ડીની મુલાકાત

05:40 PM Jul 02, 2024 IST | Bhumika
નવાજૂનીના એંધાણ  ndaના સાથી ચંદ્રબાબુ નાયડુ સાથે શનિવારે રેવંત રેડ્ડીની મુલાકાત
Advertisement

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં NDAના સહયોગી ચંદ્રબાબુ નાયડુએ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પત્ર લખ્યો છે. આનાથી સંકેત મળ્યા છે કે બંને નેતાઓ એકબીજાને મળવાના છે. સીએમ નાયડુ પોતે તેમના જૂના સાથીદાર અને હાલમાં કોંગ્રેસના સીએમ રેડ્ડીને મળવા જશે. એનડીએના મુખ્યમંત્રી અને તેમના કોંગ્રેસ સમકક્ષ વચ્ચેની બેઠકે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

બંને રાજ્યો સાથે મળીને કયા પ્રોજેક્ટ પર કામ કરી શકે છે તેના પર અટકળો વધુ છે. નાયડુનો પત્ર સૂચવે છે કે તેઓ તેલંગાણા સાથે કોઈ પ્રોજેક્ટ શરૂૂ કરવા જઈ રહ્યા છે.નાયડુએ પોતાના પત્રમાં લખ્યું, આંધ્રપ્રદેશ અને તેલંગાણાને અલગ થયાને 10 વર્ષ થઈ ગયા છે. પુનર્ગઠન કાયદા બાદ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

આનાથી આપણા રાજ્યોના વિકાસ અને જનહિતને પણ અસર થઈ છે. આપણે આ મુદ્દાઓ પર એકબીજા સાથે વાત કરીને ઉકેલ શોધવો જોઈએ. તેથી, હું તમને 6 જુલાઈએ એટલે કે શનિવારે બપોરે તમારા ઘરે મળવા માંગુ છું.
તેમણે વધુમાં કહ્યું કે, મને આશા છે કે અમારી રૂૂબરૂૂ મુલાકાત આવા ગંભીર મુદ્દાઓના ઉકેલો શોધવા અને સાથે મળીને તેનો સામનો કરવામાં વધુ અસરકારક રહેશે. મને આશા છે કે અમારી મીટિંગના સકારાત્મક પરિણામ આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement